ગોધરામાંથી SoGએ શંકાસ્પદ બાયોડીઝલ ભરેલુ ટેન્કર પકડયું

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા તાલુકાના ગોઠડા ખાતે આવેલ સરસ્વતી બિલ્ડકોન કવોરી માંથી શંકાસ્પદ બાયોડીઝલના જથ્થો ભરેલ ટેન્કરને ગોધરા એસ.ઓ.જી.શાખાની ટીમે ઝડપી પાડતા કવોરી ઉદ્યોગમાં ખડભડાટ પ્રસરી જવા પામ્યો હતો. કારણ કે ડીઝલના ભાવ વધારાથી બચવા માટે બાયોડીઝલનો ગુપ્તરાહે વ્યાપક ઉપયોગ કરવામાં આવતો હોવાની ચર્ચાઓમાં બાયોડીઝલ ભરેલું ટેન્કર ઝડપાઈ જવા પામ્યુ હતુ.
ગોધરા એસ.ઓ.જી.શાખાના પી.આઈ.એમ.કે ખાંટ ને ગુપ્ત બાતમી મળી હતી કે ગોઠડા ગામે આવેલ સરસ્વતી બીલ્ડકોન કવોરી મા ઊભેલી એક ટ્રકમાં શંકાસ્પદ બાયોડીઝલ નો જથ્થો ગુપ્તરાહે લાવવામાં આવ્યો છે આ બાતમીના આધારે ગોધરા એસ. ઓ.જી.શાખા ના પી.આઈ.એમ.કે. ખાંટ
દ્વારા પી.એસ.આઇ.ડી.એમ મછાર અને પોલીસ ટીમ સાથે ગોધરા ગ્રામ્ય મામલતદારને સાથે રાખીને ગોઠડા ગામે આવેલ સરસ્વતી બિલ્ડકોન કવોરી મા જઈને ટેન્કર નં. જીજે ૦૯.ફ. ૦૭૨૨ માં તપાસ કરતા અંદાઝે ૪.૬૮ લાખ રૂ! કીમતનો ૬૬૦૦ લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો મળી આવતા ટેંન્કર સમેત અંદાઝે ૯.૬૮ લાખ રૂ.નો મુદ્દા માલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કર્યો હતો.