ફેમિલી લંચ પર ગયા બિપાશા બાસુ અને કરણ
મુંબઈ, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર રવિવારે એક રેસ્ટોરાંની બહાર જાેવા મળ્યા હતા, જ્યાં કપલ સાથે સમય પસાર કરતા જાેવા મળ્યા હતા. આ દરમિયાન બિપાશા અને કરણની દીકરી દેવી પણ જાેવા મળી હતી, બિપાશાએ તેને પોતાના ખોળામાં લીધી હતી. દંપતીએ તેમની પુત્રી સાથે પાપારાઝીની સામે પોઝ આપ્યો હતો. જાેકે, તેમણે દીકરીનો ચહેરો બતાવ્યો ન હતો.
બિપાશાએ આ દરમિયાન સ્કાય બ્લુ શર્ટ સાથે શોર્ટ્સ પહેરી હતી. આ સાથે તેણે વ્હાઇટ સ્નીકર્સ અને ગોગલ્સ સ્ટાઇલ કર્યા. કરણે સફેદ ટી-શર્ટ સાથે ડેનિમ જીન્સ પહેર્યું હતું. કરણે વ્હાઈટ શૂઝ અને સ્ટાઈલિશ ગોગલ્સ સાથે પોતાનો લુક પણ કમ્પ્લીટ કર્યો હતો. કરણ અને બિપાશાની દીકરી દેવીએ ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો, જેની સાથે તેના હેર બેન્ડ અને શૂઝ પણ મેચ થઈ રહ્યા હતા. જાે કે, કપલે તેમની પુત્રીનો ચહેરો દર્શાવ્યો ન હતો.SS1MS