Western Times News

Gujarati News

કંગના રનૌત ‘તેજસ’માં ફાઈટરના લુકમાં જોવા મળી

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત છેલ્લા કેટલાક સમયથી તેની આગામી ફિલ્મ તેજસને લઈને ચર્ચામાં છે. હવે ૨ ઓક્ટોબરે મેકર્સે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. કંગનાએ પોતે આ ટીઝર સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે શેર કર્યું છે. વીડિયોમાં તે એરફોર્સ પાયલોટના રોલમાં જાેવા મળી રહી છે. તેનું પાત્ર ખૂબ જ મજબૂત લાગે છે.

કંગનાની આગામી ફિલ્મનું ટીઝર ન માત્ર પાવરફુલ લાગી રહ્યું છે તેમાં શાનદાર ડાયલોગ પણ છે. તે કહે છે, “જાે તમે ભારતને ચીડવશો તો છોડીશું નહીં.” ટીઝર રિલીઝ થવાની સાથે જ અભિનેત્રીએ ટ્રેલરની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. ફિલ્મનું ટ્રેલર ૮ ઓક્ટોબરે એરફોર્સ ડેના અવસર પર રિલીઝ કરવામાં આવશે.

ટીઝર શરૂ થાય છે અને કંગનાનો દમદાર ડાયલોગ સંભળાય છે. હવે યુદ્ધના મેદાનમાં યુદ્ધ થવું જાેઈએ, હવે આકાશમાંથી વરસાદ નહિ આગ વરસવી જાેઈએ.” આ ડાયલોગ પછી કંગના જાેરદાર સ્ટાઈલમાં એન્ટ્રી કરે છે. ટીઝરને શેર કરતા કંગનાએ લખ્યું કે, હું દેશના પ્રેમ માટે ઉડાન ભરવા માટે તૈયાર છું.

તેજસનું ટીઝર અને ટ્રેલરની તારીખની સાથે કંગનાએ ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી દીધી છે. આ ફિલ્મ ૨૭ ઓક્ટોબરના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મને સરવેશ મેવાડાએ ડાયરેક્ટ કરી છે અને રાની સ્ક્રૂવાલાએ પ્રોડ્યુસ કરી છે. કંગના હાલમાં ચંદ્રમુખી ૩ને લઈ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૮ સપ્ટેબરના રોજ થિયેટરમાં રિલીઝ થઈ છે. બોક્સ ઓફિસ પર શાનદાર કારોબાર કરી રહી છે. રિપોર્ટનું માનીએ તો રિલીઝના ૪ દિવસમાં આ ફિલ્મે ૨૩.૯૦ કરોડની કમાણી કરી લીધી છે.

તમને જણાવી દઈએ કે, તેજસ સિવાય આ વર્ષે કંગનાની ફિલ્મ ઈમરજન્સી પણ રિલીઝ થશે.બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ચંદ્રમુખી ૨ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત રાઘવ લોરેન્સ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ચાહકો આ ફિલ્મને સારો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. ફિલ્મ સારી કમાણી પણ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.