Western Times News

Gujarati News

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવી એક્ટ્રેસની એન્ટ્રી થશે

મુંબઈ, ટીવીના સૌથી હિટ ફેમિલી કોમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેંસ માટે એક ખુશખબર છે. થોડા વર્ષો પહેલા શૉની રિટા રિપોર્ટ એટલે કે પ્રિયા આહુજાએ શૉ છોડી દીધો હતો. તારક મહેતાનું પાત્ર નિભાવનાર શૈલેશ લોઢાથી લઈને જેનિફર મિસ્ત્રીએ શૉ છોડવાની સાથે જ મેકર્સ પર ઘણા આરોપ પણ લગાવ્યા હતા. લાંબા સમયથી શૉમાં પ્રિયા આહુજા નથી દેખાઈ રહી. આ પહેલા પ્રિયા ઘણી વખત જણાવી ચુકી છે કે શૉમાં તેમને એ પ્રકારની તક નથી મળી રહી જે લગ્ન પહેલા મળતી હતી.

આટલું જ નહીં પ્રિયા આહુજાએ પણ કહ્યું કે તેમના પતિ માલવ રાજદા, જે શૉના ડાયરેક્ટર હતા તેમના શૉ છોડ્યા બાદ એક્ટ્રેસને પણ શૂટિંગ માટે ન હતી બોલાવવામાં આવી રહી.

તેના વિશે શૉના પ્રોડ્યુસર આસિત મોદી સાથે પણ વાત કરવામાં આવી પરંતુ તેનો યોગ્ય રિસ્પોન્સ ન મળ્યો. ઘણા મહિનાઓ સુધી રાહ જાેયા બાદ હવે એક્ટ્રેસે પરેશાન થઈને શૉ છોડી દીધો છે. હવે એક્ટ્રેસની જગ્યા પર એક નવી હીરોઈનને લેવવામાં આવી છે. જે રીટા રિપોર્ટરના પાત્રમાં જાેવા મળશે. જાે તમે થોડા દિવસો પહેલા દહીં હાંડી વાળો એપિસોડ જાેયો હશે તો તમારી નજર પણ આ નવી એક્ટ્રેસ પર જરૂર ગઈ હશે. રીટા રિપોર્ટર બનેલી રમશા ફારૂકી થોડા દિવસો પહેલા જાેવા મળી હતી.

તેણે દહીં હાંડીની રિપોર્ટિંગ કરી હતી. પ્રિયા આહુજાની જેમ જ રમશાનો પણ લુક નાના વાળનો છે. જુલાઈમાં એક વખત શૉમાં તેની ઝલક જાેવા મળી હતી. તારક મહેતા ટીવી પર રીટા રિપોર્ટરની ઝલક જાેવા મળી હતી. જેમાં તે વરસાદની સંભાવના વિશે જણાવી રહી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.