Bollywood : અભિનેતા Varun Dhavan એ જાતે બનાવ્યો હલવો
મુંબઈ, વરુણ ધવન, એટલે કે ફેમસ ડિરેક્ટર David Dhavanનો દીકરો. પણ હવે તેની બોલિવૂડમાં આગવી ઓળખ છે. હવે વરુણ ધવનને કોઈ ઓળખની જરૂર નથી. તેણે બદલાપુર અને ઓક્ટોબર જેવી ગંભીર ફિલ્મો કરી છે અને સાથે જ અનેક મસાલા ફિલ્મો પણ કરી છે.
વરુણ ધવનને ફેમિલી મેન પણ કહેવામાં આવે છે. તે પરિવારને પૂરતો સમય આપે છે. તેણે પોતાની લાંબા સમયથી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન પણ કરી લીધા છે. હવે જ્યારે દેશભરમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી ત્યારે વરુણ ધવને પણ પરિવાર માટે હલવો બનાવ્યો. વરુણ ધવને ખાસકરીને પિતાને ધ્યાનમાં રાખીને હલવો બનાવ્યો હતો. તસવીર પરથી લાગી રહ્યું છે કે વરુણ ધવને સોજીનો હલવો બનાવ્યો છે.
વરુણ ધવન સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય છે. તે અહીં ફેન્સ સાથે મજાના વીડિયો શેર કરતો રહે છે. ક્યારેક ફિટનેસને લગતા તો ક્યારેક મસ્તી-મજાકના વીડિયો તે પોસ્ટ કરતો હોય છે.
View this post on Instagram
મહાશિવરાત્રીનો વીડિયો પણ તેણે શેર કર્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે વરુણ ધવન ડેવિડ ધવનને કહે છે કે, પપ્પા જણાવો કે મહાશિવરાત્રીના અવસર પર મેં જે હલવો બનાવ્યો છે તે કેવો છે. ડેવિડ ધવન પણ વખાણ કરતા કહે છે કે, હકીકતમાં પહેલીવાર આટલો સારો હલવો ખાઈ રહ્યો છું. આમાં ખાંડ ઘણી ઓછી છે. મારા માટે આ હલવો સારો છે.
હલવો એટલો સારો બન્યો છે કે હું એક વાટકી હજી ખાઈ શકુ છું. વરુણ ધવનના આ વીડિયો પર ફેન્સની સાથે-સાથે મિત્રો અને ઈન્ડસ્ટ્રીના લોકો પણ કમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ કમેન્ટ કરીને કહી રહ્યા છે કે, પિતા-પુત્રના આવા વધારે વીડિયો જાેવા છે. આયુષમાન ખુર્રાનાથી લઈને કરિશમા કપૂરે પણ કમેન્ટ કરી છે. તમને જણાવી દઈએ કે, ડેવિડ ધવનને ડાયાબિટિસ છે.
Bollywood actor Varun Dhavan made Halwa himself
થોડા સમય પહેલા તેમની તબિયત ખરાબ થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અત્યારે તેઓ સ્વસ્થ છે. પરંતુ ડાયાબિટિસની બીમારીને કારણે તેમણે પરેજી પાળવી પડે છે. વરુણ ધવનના પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો વર્ષ ૨૦૨૨માં ભેડિયા અને જુગ જુગ જિયોમાં જાેવા મળ્યો હતો.SS1MS