સરકાર પાસેથી વધુ પગાર લઈને કોન્ટ્રાકટ કર્મચારીઓને ઓછા પગાર આપી ભ્રષ્ટાચારની ફરિયાદો
કોન્ટ્રાકટ-આઉટ સોર્સિગ કર્મીનો પગાર બેંક ખાતામાં જ ચુકવાય તેની ખરાઈ કરાશે-કર્મચારીના ઈપીએફ અને ઈએસઆઈનો ફાળો નિયમીત ભરાય છે કે નહીં તેની પણ ખાતરી કરાશે
(એજન્સી)ગાંધીનગર, સરકારમાં અનેક વિભાગમાં અને જીલ્લામાં લાખોની સંખ્યામાં આઉટ સોસીગથી અને કોન્ટ્રારકટરથી કર્મ્ચારીને રાખવામાં આવી રહયા છે. તેમને એજન્સીઓ દ્વારા સરકાર પાસેથી પગાર પેપટે જે રકમ લેવામાં આવે તે પુરી અપાતી નથી. અને ભ્રષ્ટાચાર થાય છે. તેવી ફરીયાદો સતત ઉઠતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને શ્રમ અને રોજગાર વિભાગે સરકારના તમામ વિભાગો-કચેરીઓ અને બોર્ડ-નિગમ માટે સુચનાઓ બહાર પાડી કોન્ટ્રાકટર કે આઉટ સોસીગ એજન્સીઓ દ્વારા જે કર્મચારીઓને પગાર સીધા બેક ખાતામાં ચુકવાય છે તેની ખરાઈ કરવા તાકીદ કરી છે.
સરકાર દ્વારા આઉટ સોસીગથી અને કોન્ટ્રાકટથી રખાય છે. તેમના નામે કેટલીક એજન્સીઓ દ્વારા તેમના નામે જે પગાર લેવાય છે. અને નિયમ પ્રમાણે જે લાભ આપવાના હોય છે. તે અપાતા નથી. હોવાની ફરીયાદો સતત ઉઠતી રહે છે.
હાલ વિધાનસભામાં સત્ર ચાલુ છે. ત્યારે શ્રમ અને રોજગારી વિભાગ આ સંદર્ભે એક ઠરાવ બહાર પાડી વિભાગો કચેરીઓ અને બોર્ડ નિગમોને આ રીતે કર્મચારીઓને કામ પર રાખતા કે એકસ્ટેન્શન આપતા પૂર્વે કેટલીક બાબતો સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. જેમાં જે તે કોન્ટ્રાકટર કે એજન્સીએ પીએફ અને કામદાર રાજય વીમા અધિનીયમ હેઠળ નોધણી કરાવેલી હોવી જોઈએ.
તેમ જણાવયું છે. કે પ૦થી વધુ શ્રમયોગીઓને કામ રાખતા હોય તેવા મુખ્ય માલીકે આઉટસોર્સ પુરા પાડનારા સંબંધીત કોન્ટ્રાકટર અને આઉટ સોસીગ એજન્સીને રજીસ્ટ્રેશન તેમજ લાયસન્સ મેળવેલું હોવું જરૂરી ગણાયું છે. એટલું જ નહી ગત વર્ષનું રીટર્ન ભર્યું હોવાની ચકાસણી પણ કરવાની રહેશે.
કોન્ટ્રાકટર અને એજન્સી શ્રમયોગી કે કર્મચારીના ઈપીએફ અને ઈએસઆઈનો ફાળો નિયમીત ભરે છે. કી નહે તેની ખાતરી માટે ઈપીએફ પોર્ટલનો ખતરો કરવાનું પણ ફરજીયાત ઠરાવ્યું છે. કે જયારે વર્ક ઓર્ડર આપ્યા પછી બીલ રજુ કરાય ત્યારે કર્મચારીઓને તે માસની પગાર ચિઠ્ઠી અપાઈ છે.
કે નહી અને પગાર સીધો બેક ખાતામાં ચુકવાય છે કે નહી તેને ખરાઈ કરવા ખાસ તાકીદ કરી છે. જો કર્મી પાસેથી દિવસના આઠ કલાકથી વધુ કામ કરાવાય તો બમણા દરે ઓવરટાઈમ વેતન ચુકવવાનું રહેશે.