Western Times News

Gujarati News

ગુજરાત બાર કાઉન્સિલમાં જે. જે. પટેલના પ્રવેશથી એક કાંકરે ત્રણ પક્ષીઓનું રાજકારણ વિંધાશે ?!

ગુજરાત બાર કાઉન્સિલના વહીવટી તંત્રમાં પ્રાણ પુરી વહીવટી શુદ્ધતા લાવવા ?! કે પછી ૨૦૨૪ની ચૂંટણીમાં ભા.જ.પ.ને જીતાડવા વકીલોને સક્રીય કરવા ?! કે પછી સત્તાકીય રાજકારણમાં વર્ચસ્વ પ્રસ્થાપિત કરવા જે. જે. પટેલનું બાર કાઉન્સિલમાં પુનરાગમન ?!

તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની કચેરીની છે !! જયારે ઈન્સેન્ટ તસ્વીર ડાબી બાજુથી શ્રી અફઝલખાન પઠાણની છે !! તેઓ ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય છે અને વર્ષાેથી ફોજદારી કોર્ટ બારમાં ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા સભ્ય છે. હાલ તેઓની નાદુરસ્ત તબિયતને લઈને તેઓ ગુજરાત બાર કાઉન્સિલમાં સક્રીય ભાગીદારી નોંધાવી શકતા નથી પરંતુ ગુજરાત બાર કાઉન્સિલના મૂલ્યનિષ્ઠ રખેવાળી કરવાનું તેઓ ચૂકતા નથી !! વકીલોનું વ્યાપક હિત સોચે છે !!

બિનસાંપ્રદાયિક વિચારધારાને વરેલા શ્રી અફઝલખાન પઠાણ ઘરે રહીને પણ વકીલોની સેવા કરવાનું ચાલુ રાખ્યું છે અને કોઈ નાની વાત નથી !! ગુજરાત વકફ બોર્ડમાં ગુજરાત બાર કાઉન્સિલનું યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે તેઓએ ગુજરાત બાર કાઉન્સિલમાં વકફ બોર્ડમાં સભ્ય નિયુક્તિ કરવા માટે શ્રી અફઝલખાન પઠાણે ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શ્રી રણજીતભાઈ રાઠોડની તરફેણમાં મતદાન કરતા શ્રી રણજીતભાઈ રાઠોડ વકફ બોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિત્વ જાહેર થયા છે અને કહેવાય છે કે, ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શ્રી ગુલાબખાન પઠાણને ભારે ફટકો પડયો છે !!

જેની ચર્ચાએ વકીલ આલમમાં જોર પડકયું છે !! ગુલાબખાન પઠાણ ગુજરાત વિધાનસભામાં ‘રામમંદિર’ના અભિવાદન કાર્યક્રમને નિહાળવા વિધાનસભામાં ગયેલા શ્રી જે. જે. પટેલ સાથે નીકટતા પણ કેળવી હતી છતાં તેમનું પત્તુ કપાઈ જતાં આ મુદ્દો વકીલોમાં ટોક ઓફ ધી બાર બન્યો છે !! જમણી બાજુની તસ્વીર શ્રી રણજીતભાઈ રાઠોડની છે તેઓ ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા મુસ્લિમ ઉમેદવાર છે

અને શ્રી અફઝલખાન પઠાણે તેમની તરફેણમાં મત આપતા શ્રી રણજીતભાઈ રાઠોડ ગુજરાત વકફ બોર્ઠના સભ્ય બન્યા છે આ શ્રી અફઝલખાન પઠાણ કિંગમાંથી કિંગમેઈકર બન્યા છે !!!! ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા શ્રી જે. જે. પટેલ હવે પછી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન બનશે એવુ નકકી હોવાનુ મનાય છે (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

જીતેન્દ્ર ગોળવાળાએ ગુજરાત બાર કાઉન્સિલમાંથી રાજીનામું કેમ આપ્યું ?! ઘુંટાતા રહસ્યમાં સત્ય શું ?!

અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટે સરસ કહ્યું છે કે, ‘પ્રજાને રાજકારણમાં નહીં સારી સરકારમાં રસ છે, એટલું જ સમજે એવા નેતાઓ જ ઉજજવળ ભવિષ્ય આપી શકે છે’!! બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે, ‘ઉત્તરદાયિત્વ એ મહાનતા માટે ચૂકવવી પડતી કિંમત છે’!! ગુજરાત બાર કાઉન્સિલમાં નેતૃત્વ પરિવર્તનની જરૂરિયાત છે !!

જે. જે. પટેલ ગુજરાત બાર કાઉન્સિલના કિંગ મેઈકર (કિંગ બનશે)

પરંતુ આજે ગુજરાત બાર કાઉન્સિલમાં સંનિષ્ઠ અને કર્મશીલ નેતૃત્વની જરૂર છે કારણ કે કહેવાય છે કે, કેટલાક કથિત સ્થાપિત હિતોને લઈને વકીલોની સેવા કરવામાં જરાએ રસ નથી !! કહેવાય છે કે, કથિત સ્થાપિત હિતોમાં કેટલાક તો ફકત ભાડા-ભથ્થાંમાં નહીં !! કહેવાય છે કે, લાખો રૂપિયા જુદા, જુદા માર્ગેથી ભેગા કરવામાં રસ છે !! ચર્ચા કરનારા તો ત્યાં સુધી કહે છે કે, બહારગામથી કોલેજોના કથિત ઈન્સ્પેકશનના નામે માતબર કમિશન મળે છે ?!

ગામડાના વકીલોની સહાયના નામે ડમી ખાતા ખોલાવી કથિત કૌભાંડ થાય છે ?! કદાચ આ બધું અટકાવવાનો ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર શ્રી જે. જે. પટેલને ગુજરાત બાર કાઉન્સિલમાં પ્રવેશ મેળવવો પડયો હોય ?! ચર્ચાતી કથિત બાબતમાં હકીકત જે હોય તે પરંતુ ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શ્રી જીતેન્દ્રભાઈ ગોળવાળાએ બાર કાઉન્સિલના સભ્યપદેથી રાજીનામું આપતા ગુજરાત બાર કાઉન્સિલમાં શ્રી જે. જે. પટેલે પ્રવેશ મેળવ્યા છે અને તેઓ એÂક્ઝકયુટિવ ડાયરેકટર અને પછી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન બનશે એવું આધારભૂત વર્તુળો દ્વારા પ્રાપ્ત થતાં માહિતી મુજબ શકયતા જણાય છે !!

ગુજરાત બાર કાઉન્સિલના સભ્યપદેથી અને બાર કાઉન્સિલના એક્ઝિકયુટિવ ડાયરેકટર પદેથી શ્રી જીતેન્દ્રભાઈ ગોળવાળાએ એકાએક રાજીનામું કેમ આપ્યું ?! ઘુંટાતા રહસ્યમાં તથ્ય શું ?!

ફ્રેન્ચ પ્રમુખ અને લેખક ચાર્લ્સ દ. ગોલેએ કહ્યું છે કે, ‘મુશ્કેલીના સમયે નેતા હંમેશા એકલા જ હોય છે’!! ગુજરાત બાર કા.Âન્સલના સભ્ય શ્રી જીતેન્દ્રભાઈ ગોળવાળાએ એકાએક ગુજરાત બાર કાઉન્સિલના એક્ઝિકયુટિવ ડાયરેકટર પદેથી અને ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય પદેથી રાજીનામું આપી દેતાં સમગ્ર વકીલ આલમમાં અનેક તર્ક-વિતર્ક અને સાચી, ખોટી અફવાઓએ જોર પકડયું છે ?!

કેટલાક એવી ચર્ચા કરે છે કે, શ્રી જીતેન્દ્રભાઈ ગોળવાળા પર દબાણ લાવી તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે !! કેટલાક કહે છે કે, ગુજરાત બાર કાઉન્સિલમાં કથિત વકરેલા ભ્રષ્ટાચાર પર રોક લગાવવા મજબુત નેતૃત્વની જરૂર હતી માટે શ્રી જીતેન્દ્રભાઈ ગોળવાળાએ પોતે શ્રી જે. જે. પટેલનો ગુજરાત બાર કાઉન્સિલમાં પ્રવેશ સરળ બનાવવા સ્વેચ્છાએ રાજીનામું આપી શ્રી જે. જે. પટેલની તરફેણમાં ખસી ગયા છે !!

જીતેન્દ્રભાઈ ગોળવાળા

તો કોઈ કહે છે કે, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ને વકીલોના ગુજરાતભરમાંથી વોટ અપાવી કામ લેવા પોતે ગુજરાત બાર કાઉન્સિલમાં પ્રવેશ મેળવ્યો છે ?! સત્ય જે હોય તે પણ શ્રી જીતેન્દ્રભાઈ ગોળવાળાએ ગુજરાત બાર કાઉન્સિલના એક્ઝિકયુટિવ ડીરેકટર પદેથી અને ગુજરાત બાર કાઉન્સિલના સભ્યપદેથી રાજીનામું આપી સમગ્ર વકીલ આલમમાં રહસ્ય સર્જાયું છે ?!

ગુજરાત બાર કાઉન્સિલના સત્તાના રાજકારણમાં શ્રી જે. જે. પટેલે એક કાંકરે ત્રણ પક્ષી મારવા પ્રવેશ મેળવ્યો છે ?! કે પછી ભા.જ.પ.ના સત્તાકીય રાજકારણમાં પોતાના નેતૃત્વની તાકાતનો સંદેશો આપવા ગુજરાત બાર કાઉન્સિલના સત્તાના રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે ?!

કેનેડાના ૧૬ માં વડાપ્રધાન શ્રી જોસેફ કલાર્કે સરસ કહ્યું છે કે, ‘પોતાના લશ્કરથી દુર નીકળી ગયેલા નેતા બંદુકનો શિકાર બની જાય છે’!! ગુજરાત બાર કાઉન્સિલમાં શ્રી જે. જે. પટેલના એકાએક પ્રવેશથી અનેક કથિત સત્તાના વ્યુહાત્મક ખેલાડીઓ, અનેક કથિત ચર્ચાસ્પદ સ્થાપિત હિતો અને ભા.જ.પ.ના રાજકીય વર્તુળોમાં પણ સોંપો પડી ગયો છે ?! પરંતુ કહેવાય છે કે, ‘પ્રેમ અને જંગમાં બધું યોગ્ય હોય છે’!!

ભા.જ.પ. લીગલ સેલના ગુજરાત પ્રદેશ કન્વીનર તરીકે એકચક્રી શાસન યથાવત રાખવામાં સફળ રહેલા શ્રી જે. જે. પટેલ ભૂતકાળમાં શ્રી આર. આર. શુકલના અવસાન પછી એકાએક ગુજરાત બાર કાઉન્સિલમાં પ્રવેશ કરીને બધાંને આશ્ચર્યમાં મુકી દીધાં હતાં અને ત્યારબાદ ગુજરાત બાર કાઉન્સિલમાં સમરસ જુથની રચના કરીને ગુજરાત બાર કાઉન્સિલમાં ભા.જ.પ. વિચાર ધારાને વરેલા સભ્યોનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું અને સમગ્ર ગુજરાતભરના બાર એસોસીએશનોને ભેગા કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીને નિમંત્રણ આપીને તેમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજીને પોતાના નેતૃત્વની તાકાતનો પરિચય આપેલો !! આ છે શ્રી જે. જે. પટેલનું વ્યુહાત્મક નેતૃત્વ !!

ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર તરીકે શ્રી જે. જે. પટેલે એકચક્રી સત્તાનું સિંહાસન જાળવી રાખીને ભા.જ.પ.માં પોતાનું કેટલું અધિપત્ય છે, સબંધો છે તેનો પરિચય આપ્યો છે !! પરંતુ સત્તાના બદલાતા રાજકીય માહોલમાં તેમને “સત્તાના રાજકીય રાજકારણમાં” હજું પ્રવેશવાનું બાકી છે !! પરંતુ સમય સાથે તેમાં સફળ થશે !! એવું મનાય છે !!

પરંતુ ભા.જ.પ.ના રાજકીય વ્યુહાત્મક ખેલાડીઓએ શ્રી જે. જે. પટેલની સંગઠનની તાકાતને સત્તાના રાજકારણમાં પ્રવેશ આપવાની જરૂર છે કારણ કે વર્ષાેથી ભા.જ.પ.ને મજબુત બનાવનાર અને તેમાં પ્રાણ પુરનાર શ્રી જે. જે. પટેલને સત્તાના રાજકારણમાં લઈને તેમની વહીવટી ક્ષમતાનો ઉપયોગ પણ ભા.જ.પે. કરવો જોઈએ કમ સે કમ શ્રી નરેન્દ્રભાઈ મોદીને વ્યક્તિના વ્યક્તિત્વને પારખવાની ક્ષમતા છે ત્યારે શ્રી જે. જે. પટેલની આવડત અને ક્ષમતાનો ભા.જ.પ. લાભ ઉઠાવવામાં વિલંબ ન કરવો જોઈએ એવું અનેક રાજકીયવિદોનું માનવું છે !!

ગુજરાત બાર કાઉન્સિલની વાત કરીએ તો અત્યારે ગુજરાત બાર કાઉન્સિલના વહીવટી તંત્રમાં અનેક કથિત ગેરરિતીઓ ચાલે છે !! વર્ષાેથી સત્તાનું આધિપત્ય જમાવનાર કેટલાક સામે વકીલો જ આંગળી ઉઠાવી રહ્યા છે !! ગુજરાત બાર કાઉન્સિલમાં કથિત વકરેલો ભ્રષ્ટાચાર દુર કરવા માટે સંખ્યાબંધ પગલા લેવાની જરૂર હોવાનું પડદા પાછળ બોલાઈ રહ્યું હોવાનું પણ મનાય છે ત્યારે ગુજરાત બાર કાઉન્સિલનો વહીવટ સ્વચ્છ બને તે માટે જરૂરી યોગ્ય પગલા લેવાની શ્રી જે. જે. પટેલ હિંમત દાખવશે ?!

ગુજરાત બાર કાઉન્સિલમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર, ગેરરિતીઓએ માજા મુકી હોવાની ચર્ચાએ જોર પકડયું છે ત્યારે આ ‘અફવા છે કે સત્ય’ છે તેની તપાસ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને તપાસ સોંપવાની જરૂર છે કારણ કે ચર્ચા કરનારા તો ત્યાં સુધી કહે છે કે, ભાડા-ભથ્થાં મોટા પાયે લેવાય છે, જમવાની ડીસો રૂ. ૩૫૦/- ની આસપાસમાંથી ખવાય છે ?!

બહારગામની કોલેજમાં ઈન્સ્પેકશનમાં કથિત મોટું કમિશન લેવાય છે ?! ગામડાઓના વકીલોના કથિત ખોટી અરજીઓ અને ખાતા ઉભા કરી વકીલોને સહાય ચૂકવવાના નામે કટકીઓ થાય છે ?! આ કથિત ચર્ચાસ્પદ કૌભાંડમાં ગુજરાત બાર કાઉન્સિલનો સ્ટાફ સામેલ હોવાનું પણ ચર્ચાય છે ?! વકીલોના દિકરા-દિકરીઓને ઓછા ટકે પ્રવેશ અપાયા પછી સનદ લેવાની પ્રકરીયામાં રોક લાગે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાંથી મંજુરી અપાવી મોટી મોટી રકમનું સેટિંગ થાય છે ?!

અને આ પ્રવૃત્તિ કરવાની ફાવટમાં જાણીતા ચહેરાઓના નામ ચર્ચાય છે ત્યારે સમરસ જુથમાં આવું કઈ રીતે ચાલી શકે ?! આ અફવા છે ?! કે પછી સત્ય ?! એની તપાસ કરવાની જરૂર છે. શું જે. જે. પટેલને આવી કથિત જાણકારી મળી હોય માટે તો ગુજરાત બાર કાઉન્સિલને કથિત ચર્ચાસ્પદ ભ્રષ્ટાચાર દુર કરવા તો પ્રવેશ નથી લીધોને ?! સત્ય શું છે ?! એ તો સમય બતાવશે ?!

ગુજરાત વકફ બોર્ડના સભ્ય અફઝલખાને નાદુરસ્ત તબિયતને લઈને પોતાના અનુગામી તરીકે રણજીતભાઈ રાઠોડને પસંદ કરાતા, ગુલાબખાન પઠાણનું પ્રવેશ દ્વાર પર જ પત્તુ કપાયું ?! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.