Western Times News

Gujarati News

બેન્ક ડૂબે કે દેવાળિયું ફૂંકાય તો જમાકર્તા પાસે એકમાત્ર રાહત DICGC

નવી દિલ્હી, અમેરિકી બેન્કિંગ સિસ્ટમમાં હાલમાં મોટી મુસીબતનો સામનો કરી રહી છે. ૨ અઠવાડિયામાં અમેરિકાની ૩ દિગ્ગજ બેન્ક ફેઇલ ગઈ છે. એસવીબી ફાયનાન્સિયલ અને સિલ્વરગેટ કેપિટલ બાદ હવે સિગ્નેચર બેન્કને પણ ન્યૂયોર્ક સ્ટેટ ફાયનાન્સિયલ રેગ્યુલેટર્સે બંધ કરી દીધી છે.

જાે કે, ફેડરલ રિઝર્વએ એસવીબી અને સિગ્નેચર્સ બેન્કે ડિપોઝિટર્સે આશ્વાસન આપ્યું છે કે, તેમની ડિપોઝિટ બિલકુલ સુરક્ષિત છે. ફેડે કહ્યુ છે કે, બંને બેન્કના ડિપોઝિટર્સ તેમના રૂપિયા કાઢી શકશે. DICGC is the only relief available to the depositor if the bank collapses or defaults

છેલ્લા કેટલાક વર્ષોમાં વિત્તીય ગરબડને કારણે ભારતની કેટલીક બેન્કની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી અને ત્યાં સુધી વાત પહોંચી ગઈ હતી કે રિઝર્વ બેન્કે તેમના પર પૈસાની લેવડદેવડ કરવાની પાબંદી મૂકી દીધી હતી.

આ ઘટનાઓને કારણે કેટલાય લોકોના મનમાં સવાલ થતો હશે કે જાે બેન્ક ડૂબી જાય તો તેમના રૂપિયાનું શું થશે? બેન્ક ડૂબે કે દેવાળિયું ફૂંકાય તો જમાકર્તા પાસે એકમાત્ર રાહત ડિપોઝિટ ઇન્શ્યોરેન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન એટલે કે ડીઆઈસીજીસી દ્વારા આપવામાં આવેલું ઇન્શ્યોરેન્સ કવર હોય છે. હવે ડીઆઈસીજીસી અંતર્ગત ઇન્શ્યોરેન્સ કવર ૧ લાખ રૂપિયાથી ૫ લાખ સુધી વધારવામાં આવ્યું છે.

સરળ ભાષામાં સમજીએ તો જે બેન્કમાં તમારા રૂપિયા જમા કરાવેલા હોય અને તે ડૂબી જાય તો ૫ લાખ રૂપિયા સુધીની રકમ તમને પરત મળી શકે, પછી ભલેને તમારા એકાઉન્ટમાં પાંચ લાખ કરતાં વધુ રકમ કેમ ના હોય! DICGC કવર તમામ બેન્ક માટે ઉપલબ્ધ કરે છે.

જાે કે, આ સુવિધા મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને ઇન્શ્યોરેન્સ પ્રિમિયમ ભરવું પડે છે. ડીઆઈસીજીસીની ગાઇડલાઇન્સ પ્રમાણે, બેન્કનું લાયસન્સ રદ્દ કરવાની તારીખ કે મર્જર કે પુનઃનિર્માણના દિન સુધી પ્રત્યેક જમાકર્તાને તેની પાસે રહેલું મૂળધન અને તેના વ્યાજ માટે વધુમાં વધુ ૫ લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે.

તેનો મતલબ એવો છે કે, એક જ બેન્કમાં તમારા તમામ એકાઉન્ટ મળીને ગમે તેટલો રૂપિયો જમા કર્યો હોય, તમને માત્ર ૫ લાખનું કવર ઇન્શ્યોરેન્સ મળશે.

આ રકમમાં મૂળધન અને વ્યાજ બંને સામેલ છે. બેન્ક ડૂબે તો તમારી મૂળ રાશિ ૫ લાખ છે, તો તમને માત્ર એ રકમ મળશે અને વ્યાજ નહીં. ડીઆઈસીજીસી દ્વારા આપવામાં આવતું વીમા કવર સેવિંગ્સ એકાઉન્ટ, એફડી, કરંટ એકાઉન્ટ્‌સ, આરડી આજી જેવા ડિપોઝિટ એકાઉન્ટ માટે જ આપવામાં આવે છે.

ડીઆઈસીજીસીની ડિપોઝિટ ઇન્શ્યોરેન્સ એલએબી, પીબી, એસએફબી, આરઆરબી અને સહકારી બેન્ક સહિત તમામ વીમાકૃત કોમર્શિયલ બેન્કોને કવર કરે છે. જાે તમારા રૂપિયા કોઈપણ બેન્કમાં જમા હોય તો તમે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને આ ડિપોઝિટ ઇન્શ્યોરેન્સના ક્રાઇટેરિયામાં ફીટ થાય છે કે નહીં તે ચેક કરી શકો છો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.