DRDOની મદદથી નવી કોવિડ હોસ્પિ. શરૂ કરવા માગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
એમપી રમેશ ધડુકનો ગૃહમંત્રી અમિત શાહને પત્ર-અમદાવાદ-ગાંધીનગરની માફક ડીઆરડીઓ રાજકોટમાં પણ ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની માગ
રાજકોટ, રાજકોટ શહેર અને જિલ્લામાં છે પ્રકારે સૌરાષ્ટ્ર ભરના કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. તેના કારણે સરકારી હોઈ કે ખાનગી હોસ્પિટલ તમામની અંદર વેઇટિંગ જાેવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં રહેતા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને અમદાવાદ અને ગાંધીનગરની માફક ડીઆરડીઓ નિર્મિત રાજકોટમાં પણ ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની માંગ કરી છે.
તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવેલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે પોરબંદરના સાંસદ રમેશ ધડુક કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને જણાવ્યું છે કે, જે પ્રકારે આપે અમદાવાદમાં ૯૦૦ બેડ અને ગાંધીનગરમાં બારસો બેડની હોસ્પિટલ ટાટા સન્સ અને ડીઆરડીઓની મદદથી ઉભી કરવામાં આવી છે તે માટે હું આપને અભિનંદન પાઠવું છું.
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી રાહત કોષમાં થી ફંડ ની ફાળવણી કરીને જે પ્રકારે ગુજરાત ભરમાં ૧૧ જેટલા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી છે તે માટે પણ હું આપને અભિનંદન પાઠવું છું. રમેશ ધડુકે પત્રમાં લખ્યું છે કે અમારા સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં કોરોના મહામારીના કારણે અનેક સરકારી ખાનગી તેમજ નોંધ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન આપત્તિ કાળમાં એક થઈને મહામારી નો સામનો કરી રહ્યા છે.
ત્યારે પોરબંદરના સાંસદ તરીકે હું આપને નમ્ર વિનંતી કરું છું કે અમદાવાદ અને ગાંધીનગરની જેમ ડીઆરડીઓની સહાયતાથી રાજકોટ શહેરમાં પણ ૧૦૦૦બેડની નવી સ્પેશ્યલ હોસ્પિટલ શરુ કરવામાં આવે. રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રનું એકમાત્ર એવું શહેર છે જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓનો યથાયોગ્ય ઈલાજ કરાવવા માટે સૌરાષ્ટ્રના જુદી જુદી જગ્યાએથી લોકો આવે છે.
રાજકોટમાં વર્તમાન પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો રાત્રી ગુજારવા માટે દર્દીઓના માથા પર નથી હોતી જ્યારે કે ભોજન વગર જ તેમને કેટલાક દિવસો લાંબી લાઈનોમાં વિતાવવા પડે છે. ત્યારે હું એ તમામ લોકોની ભલાઈ માટે ચિંતિત છું. જેમને પ્રાઇવેટ તથા સરકારી હોસ્પિટલોમાં સારવાર નથી મળી રહી.