“એક મહાનાયક”ના કલાકારો બાબાસાહેબની 66મી પુણ્યતિથિ પર શબ્દાંજલી આપે છે

દર વર્ષે 6 ડિસેમ્બરે દેશનો સર્વોચ્ચ નાગરી પુરસ્કાર ભારતરત્નથી નવાજવામાં આવેલા ડો. બી. આર. આંબેડકરની પુણ્યથિતિ પર મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવે છે. કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક તરીકે તેમનું યોગદાન ઘણા બધા લોકો માટે પ્રેરણારૂપ છે અને પેઢી દર પેઢી તે ચાલુ રહેશે.
તેમની 66મી પુણ્યતિથિ પર એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરના કલાકારો અથર્વ (યુવાન આંબેડકર), નારાયણી મહેશ વર્ણે (રમાબાઈ) અને જગન્નાથ નિવાનગુણે (રામજી સકપાળ) ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બી. આર. આંબેડકરને યાદ કરે છે.
યુવા ભીમરાવનું પાત્ર ભજવતો અથર્વ કહે છે, “ડો. આંબેડકર નેતા, વિદ્વાન અને વિચારક હતા. તેઓ શિક્ષણના મહાન પ્રચારક હતા અને હધા માટે શિક્ષણ લોકોને અવરોધોમાંથી બહાર લાવશે અને સમાજ પરિવર્તન લાવશે એવું ભારપૂર્વક માનતા હતા. બાબાસાહેબે શિક્ષણની પ્રગતિ માટે અનેક યોગદાન આપ્યાં છે.
જ્ઞાન પ્રાપ્ત કરવાની તેમની ખ્વાહિશ મને પ્રેરિત કરે છે અને હું માનું છં કે જ્ઞાન કોઈ પણ અંગત વિકાસ માટે સૌથી મહત્ત્વપૂર્ણ સાધનમાંથી એક છે. ડો. આંબેડકર બુદ્ધિશાળી વિદ્યાર્થી હતી. તેઓ શિક્ષણની આડમાં કશું પણ અને કોઈને પણ આવવા દેતા નહોતા.
ઉત્તમ કાનૂની અને બંધારણીય નિષ્ણાત તરીકે ડો. આંબેડકરને ભારતનું બંધારણ ઘડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ચાલો તેમની 66મી પુણ્યતિથિ પર સમાજ અને દેશમાં તેમના ભરપૂર યોગદાન માટે તેમને યાદ કરીએ અને અંજલી અર્પણ કરીએ.”
રામજી સકપાલનું પાત્ર ભજવતો જગન્નાથ નિવાનગુણે કહે છે, “ડો. બી આર આંબેડકર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા અને કાયદા વિશે તેમના વિશાળ જ્ઞાનને કારણે બંધારણ ઘડનારી સમિતિના અધ્યક્ષ હતા. તેઓ હંમેશાં જ્ઞાન મુખત અને અમર્યાદિત મળે તેવું માનતા હતા. તેમની શીખ અને ફિલોસોફીનું આજે પણ દેશભરમાં પાલન કરવામાં આવે છે. તેઓ હંમેશાં સફળતા માટે કોઈ શોર્ટકટ નથી એવું માનતા. સખત મહેનત, સમર્પિતતા અને કટિબદ્ધતા સફળતાનાં મુખ્ય તત્ત્વો હોવાનું માનતા હતા. તેમની શીખથી હું બહુ પ્રેરિત છું અને સખત મહેનત કરવા અને મારાં લક્ષ્યો પર કેન્દ્રિત રહેવાની મને પ્રેરણા મળે છે.”
રમાબાઈનું પાત્ર ભજવતી નારાયણી મહેશ વર્ણે કહે છે, “બાબાસાહેબે મહિલા સશક્તિકરણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને શિક્ષણ, રોજગાર, સમાજ અને આર્થિક અધિકારો સહિત સર્વ ક્ષેત્રોમાં લિંગ સમાનતા રજૂ કરી હતી. તેઓ ભારપૂર્વક માનતા હતા કે સમાજ મહિલા સશક્તિકરણ થકી જ પ્રગતિ કરી શકશે. તેમણે અનેક પુસ્તકો લખ્યાં હતાં અને માનવાધિકાર સંરક્ષિત કરવા ચળવળની આગેવાની કરી હતી. આઝાદીની લડત દરમિયાન તેમણે મહિલાઓ પર અત્યાચાર સામે ઝુંબેશ છેડી હતી. તેઓ આઝાદીથી પણ બહુ પૂર્વે 100 વર્ષ પૂર્વે પ્રસૂતિના લાભો મળે એવી હિમાયત કરતા હતા. ભારતમાં પ્રસૂતિની રજા મળે એવી ચર્ચા કરનારા તેઓ પ્રથમ હતા અને બધા માટે સમાન કામ માટે સમાન વેતન માટે અવાજ ઉઠાવનારા પણ પ્રથમ હતા. તેઓ ઘણા બધાને પ્રેરણા આપે છે અને આપવાનું ચાલુ રાખશે.”