Western Times News

Gujarati News

ખેડબ્રહ્માના અંબિકા મંદિરમાંથી ચોરી કરનારા ચાર શખ્સ પકડાયા

ભંડારામાંથી પ૦ હજારની ચોરી થયાનું માલુમ પડતાં ટ્રસ્ટના પ્રમુખે ફરિયાદ નોધાવી

હિમતનગર, સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા યાત્રાધામ અંબિકા માતાજી મંદીરના ગુપ્ત ભંડારામાંથી રૂા.પ૦ હજારની ચોરી કરી હોવાનું માલુમ પડતાંમંદીર ટ્રસ્ટના પ્રમુખે ફરજ બજાવતા ત્રણ વ્યકિતઓ વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી.

જાેકે પોલીસ પુછપરછ દરમ્યાન વધુ એક વ્યકિત પણ ગુપ્ત ભંડારામાંથી નાણાંની ચોરી કરતો હોવાનું માલુમ પડતાં પોલીસે ચારેય વ્યકિતઓની ધરપકડ કરી રીમાન્ડ માટે ખેડબ્રહ્મા કોર્ટમાં રજુ કર્યા હતા.

જે દરમ્યાન ચારેય વ્યકિતઓના બે દિવસના રીમાન્ડ મંજુર થતા પોલીસે રીમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રૂ.ર૧ હજારની રકમ ગુનેગારો પાસેથી પરત મેળવી છે.

ખેડબ્રહ્મામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ નાના અંબાજી મંદીરી તરીકે જાણીતા ખેડબ્રહ્મા અંબાજી, મંદીરનું સંચાલન મંદીર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મંદીરમાં રાખવામાં આવેલા ગુપ્તદાન ભંડારામાં દાનવીરો દ્વારા દાન કરવામાં આવે છે. ગત તા.૧૧ મીએ એપ્રિલના રોજ સવારે ૭.૩૦ કલાકે મંદીર ટ્રસ્ટીના ટ્રસ્ટીઓ સહીત બેકના કર્મચારીઓને ઉપસ્થિતીમાં ગુપ્તદાન ભંડારો ખોલવામાં આવ્યો હતો

અને ત્યારબાદ પ્લાસ્ટીકના કોથળામાં ભંડારાની રકમ ભરીને કાઉન્ટીની રૂમમાં સ્ટાફના કર્મચારીઓ લઈ ગયા હતા. દરમ્યાન મંદીરના એક કર્મચારી અમરતભાઈ અસલાનાઓએ અંબીકા માતાજી મંદીર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડને જણાવ્યું હતું કે ભંડારામાંથી રકમ બહાર કાઢવાના સમયે કંઈક ગરબડ થઈ હોય તેવી શંકા વ્યકત કરી હતી.

જેથી મંદીર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જે દરમ્યાન મંદીરમાં ફરજ બજાવતા ત્રણેય પટાવાળાએ રૂપિયા દીલીપસિંહ શિવસિંહ મામેરા, રમેશભાઈ છગનભાઈ ચૌહાણ, જેઠાભાઈ ઠાકરડા વિરૂધ્ધ ખેડબ્રહ્મા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા પોલીસે ત્રણેય વ્યકિતઓની અટકાયત કરી હતી. જે દરમ્યાન વધુ એક વ્યકિત દિલીપસિંહ મકનસિંહ રાણા પણ આ ચોરીના કિસ્સામાં સામેલ હોવાનું માલુમ પડયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.