ગાંધીધામમાં ન્યુ એનેક્ષી ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ન્યુ એનેક્ષી ભવનનું વિધાનસભા અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્ય, ઉદ્યોગ અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કર્યું હતું તથા ઉદ્યોગ જગતને સહયોગ માટેની રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.