Western Times News

Gujarati News

GDP ગ્રોથમાં આવશે ઘટાડો, ૪.૬ ટકા રહેવાનો અંદાજ

નવી દિલ્હી, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન આર્થિક વૃદ્ધિ દર ૪.૬ ટકા રહેવાનો અંદાજ છે. SBIના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતનો GDP ૭ ટકા રહી શકે છે, જે અગાઉ ૬.૮ ટકા રહેવાનો અંદાજ હતો.

SBIના અર્થશાસ્ત્રીઓએ ત્રીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથ ૪.૬ ટકા રહેવાની આગાહી કરી છે. તેમનું માનવું છે કે ૩૦ ઉચ્ચ ફ્રીક્વેન્સી ઇન્ડીકેટર્સ છે જે અગાઉના ક્વાર્ટર જેટલા મજબૂત નથી.

જાે કે, આ હોવા છતાં, SBIનો અંદાજ RBIના ૪.૪ ટકાના અંદાજ કરતા વધારે છે. રિપોર્ટ અનુસાર જીડીપીના નીચા અંદાજ માટે નબળા કોર્પોરેટ પરિણામો પણ જવાબદાર છે. ડેટા અનુસાર, કંપનીઓનો ઓપરેટિંગ નફો માત્ર ૯ ટકાના દરે વધ્યો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ૧૮ ટકાના દરે વધ્યો હતો.

SBIના રિપોર્ટ અનુસાર, વેચાણમાં ૧૫ ટકાનો ઉછાળો હોવા છતાં નફામાં ૧૬ ટકાનો ઘટાડો થયો છે. સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે સમગ્ર નાણાકીય વર્ષ માટે જીડીપી અગાઉના ૬.૮ ટકાના અંદાજ કરતાં ૭ ટકા વધુ હોઈ શકે છે. તેમણે કહ્યું કે એવી અપેક્ષા છે કે સરકાર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના GDPના આંકડાઓની સમીક્ષા કરી શકે છે.

આ સાથે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અને બીજા ક્વાર્ટરના GDPના આંકડાઓની પણ સમીક્ષા કરવામાં આવશે, જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં GDPનો આંકડો વધી શકે છે. અહેવાલમાં કહ્યું હતું કે ૨૦૨૩-૨૪માં ભારતની GDP માત્ર ૫.૯ ટકા રહી શકે છે, જે તમામ અંદાજાેની તુલનામાં ખૂબ જ ઓછી છે.

જાેકે, ઈન્ડિયા રેટિંગ્સે જણાવ્યું હતું કે સરકારના મૂડીખર્ચ માટેના વધેલા બજેટથી લઈને કોર્પોરેટ્‌સના દેવુંમાં ઘટાડો, NPA અને PLI સ્કીમમાં ઘટાડો અને કોમોડિટીના ભાવમાં ઘટાડો ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક છે.

જાે કે, ૨૦૨૩-૨૪માં જીડીપીને ૬ ટકાથી આગળ લઈ જવા માટે આ પૂરતું નથી. રિપોર્ટ અનુસાર એવું લાગે છે કે કાચા માલની ઊંચી કિંમતને કારણે કંપનીઓનું માર્જિન દબાણ હેઠળ છે.

નાણાકીય સેવા કંપનીઓને બાદ કરતાં લગભગ ૩,૦૦૦ લિસ્ટેડ કંપનીઓના પરિણામોમાં આ પ્રતિબિંબિત થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં માર્જિન ઘટીને ૧૧.૯ ટકા થયું, જે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ત્રીજા ક્વાર્ટરમાં ૧૫.૩ ટકા હતું. તેનાથી ત્રીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ દર ઘટી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.