પતિ આદિલ ખાન દુરાની રાખીને સ્વીકારવાનો કરી રહ્યો છે ઈનકાર
મુંબઈ, ડ્રામા ક્વીન તરીકે ઓળખાતી રાખી સાવંતના જીવનમાંથી ડ્રામા ઓછો થતો જ નથી. છેલ્લા થોડા મહિનાઓથી રાખી સાવંત બોયફ્રેન્ડ આદિલ ખાન દુરાની સાથેની રિલેશનશીપને લઈને ચર્ચામાં હતી. જાેકે, એક દિવસ અગાઉ જ રાખીએ આદિલ સાથેના લગ્નની તસવીરો અને વિડીયો શેર કરીને ધડાકો કર્યો હતો.
રાખી સાવંત અને આદિલ ખાન દુરાનીએ કોર્ટ મેરેજ કર્યા છે ઉપરાંત તેમના નિકાહ પણ થયા છે. આદિલ સાથે લગ્ન કર્યા બાદ રાખીએ નામ બદલીને ફાતિમા કરી નાખ્યું છે. લગ્ન પછીનું રાખીનું નામ ‘ફાતિમા આદિલ દુરાની’ છે. રાખી સાવંત અને આદિલના લગ્નને સાત મહિના થઈ ગયા છે.
જાેકે, આદિલ જાહેરમાં હજી પણ આ લગ્નને સ્વીકારવા તૈયાર નથી. ઈન્ટરવ્યૂમાં રાખીએ કહ્યું, મને નથી ખબર કે આદિલ અમારા લગ્નને કેમ છુપાવી રહ્યો છે. મેં આજે સવારે જ તેને કહ્યું કે, આપણે લગ્નની વાત જગજાહેર કરી દેવી જાેઈએ. મને નથી સમજાતું કે તે કેમ પોતાના માતાપિતાથી ડરી રહ્યો છે? કે પછી તે આ બધું એટલા માટે છુપાવી રહ્યો છે કારણકે તેણે એક હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા છે? રાખીના જીવનમાં પ્રેમ-બ્રેકઅપ, લગ્ન અને છૂટાછેડા જેવી બાબતો કેમ વારંવાર થતી રહે છે? આ પ્રશ્નના જવાબમાં રાખીએ કહ્યું- ‘એમાં હું શું કરું?’ રાખી અવારનવાર પ્રેમમાં પડે છે, અલગ થાય છે અને ફરી નવો પ્રેમ શોધે છે.
આ બધી વસ્તુઓ વારંવાર થતાં સામાન્ય લોકોનો તેના પરથી ભરોસો ઉઠી રહ્યો છે. આ વિશે રાખીએ કહ્યું, “મને આ બધાથી ફરક નથી પડતો. જાે આવું થતું પણ હોય તો એમાં હું શું કરું? જાે લોકોને અને મીડિયાને મારી વાત પર ભરોસો ના હોય તો તેઓ કોર્ટ જઈને પુષ્ટિ કરી આવે. આ એટલું મુશ્કેલ તો નથી ને? રાખીને પૂછવામાં આવ્યું કે, હાલ તે અને આદિલ સાથે રહે છે? જવાબ આપતાં તેણે કહ્યું, અમે પતિ-પત્ની છીએ અને સાથે જ રહીએ છીએ. છેલ્લા સાત મહિનાથી અમે સાથે જ રહીએ છીએ. હાલ અમારી વચ્ચે ઘણું થઈ રહ્યું છે.
એ વિશે હાલ હું વધારે નહીં કહું. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે દુનિયાને જણાવી દઈશ. હું આદિલ સાથે લગ્નજીવન વિતાવવા માગુ છું અને તેના માટે સંપૂર્ણપણે દ્રઢ નિશ્ચય કરી લીધો છે. મેં કેટલીક એવી વસ્તુઓ જાેઈ છે જે જાેતાં મને લાગે છે કે હવે બહુ થઈ ગયું.
રાખીને પૂછવામાં આવ્યું કે, આખરે તેણે એવું તો શું જાેઈ લીધું છે? રાખી આદિલના ફોનનો ઉલ્લેખ કરતાં જણાવે છે તેણે પતિના ફોનમાં ઘણું જાેયું છે. રાખી કહે છે, “મેં અમુક વસ્તુઓ જાેઈ છે આદિલના ફોનમાં પણ હાલ તેના વિશે વાત નહીં કરું.” આ પરથી પ્રશ્ન ઉઠે છે કે શું આદિલ રાખીને દગો આપી રહ્યો છે? શું એટલે જ રાખીએ ઉતાવળે લગ્ન જાહેર કરી દીધા છે?SS1MS