Western Times News

Gujarati News

ICAIની અમદાવાદ બ્રાન્ચ દ્વારા સ્ટેચ્યુટરી બેન્ક ઓડીટની નેશનલ કોન્ફરન્સ સંપન્ન

અમદાવાદ, આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચ દ્વારા તા. 14 અને 15 માર્ચનાં રોજ સ્ટેચ્યુટરી બેન્ક ઓડીટની નેશનલ કોન્ફરન્સ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ કોન્ફરન્સનાં આઠ સેશન્સમાં 400થી પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે ભાગ લીધો હતો.

પ્રથમ દિવસે આઈસીએઆઈનાં વાઈસ પ્રેસિડેનટ સીએ અનિકેત તલાટી મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહની રાષ્ટ્રીય સ્તરે આવી કોન્ફરન્સ યોજવા બદલ પ્રશંસા કરી હતી.

નેશનલ કોન્ફરન્સના ગુજરાત સરકારનાં ચીફ જનરલ મેનેજર શ્રી સમશેર સિંઘ માન ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે બેન્ક બ્રાન્ચ ઓડિટ તેમજ બેન્કરની અપેક્ષાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. તેમણે પોતાની તમામ બ્રાન્ચોમાંથી ઓડિટરને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી કે, જેથી ઓડિટનું કાર્ય સરળતાથી થઈ શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.