Western Times News

Gujarati News

છત્તિસગઢમાં નક્સલીઓએ જમીનની અંદર ટનલ બનાવી

દંતેવાડા, ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી યુદ્ધની સ્થિતિ જાેવા મળી રહી છે. ઈઝરાયલ પાસે આધુનિક હથિયારોનો ભંડાર હોવા છતાં તે હમાસને પરાજિત નથી કરી શક્યો જેનું મુખ્ય કારણ છે હમાસની ટનલો જે ઈઝરાયલ માટે માથાનો દુઃખાવો બની ગઇ છે. એ જ રીતે હવે છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ હમાસના આતંકીઓની જેમ જ જમીનની અંદર ટનલ બનાવી દીધી છે. આ ટનલને જાેતાં લાગે છે કે નક્સલીઓ તેનો ઉપયોગ પોલીસ અને અર્ધસૈનિક દળો પર હુમલો કરવા માટે કોઈ બંકરની જેમ કરતા હતા. આ ટનલનો વીડિયો દંતેવાડા પોલીસે જારી કર્યો હતો.

દંતેવાડા છત્તીસગઢમાં આવેલો એક નક્સલ પ્રભાવિત જિલ્લો છે. જ્યાંની વસતી ૧૪ હજારની આજુબાજુ છે. અહીં આવેલા જંગલોમાં નક્સલીઓ વસે છે. જેમાંથી છુપાઇને જંગલોમાંથી નીકળી નક્સલીઓ પોલીસ અને અર્ધસૈનિક દળોને નિશાન બનાવે છે. આ નક્સલીઓ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલી ટનલનો હવે ત્યાંની પોલીસે વીડિયો શેર કર્યો છે જે ભારે ચર્ચામાં છે.

૩૦ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ સુકમા અને બીજાપુર જિલ્લાની સરહદે બનાવેલા નવા સિક્યોરિટી કેમ્પ પર નક્સલીઓએ હુમલો કરી ત્રણ સીઆરપીએફ જવાનોને શહીદ કરી દીધા હતા. તેમાં બે કોબરા બટાલિયનના સૈનિકો હતા. આ ઉપરાંત ૧૪ જવાનો ઘવાયા હતા. એવામાં આ ટનલ મળી આવવી એક અતિ ગંભીર સ્થિતિ તરફ સંકેત આપે છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.