લંડનમાં આલિયા ભટ્ટના નામે કરણે રેસ્ટોરાંમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ

મુંબઈ, બોલિવુડના મોટાભાગના સેલિબ્રિટી હાલ લંડનમાં વેકેશન એન્જાેય કરી રહ્યા છે. કરણ જાેહર અને સારા અલી ખાન પણ તેમાંથી જ એક છે. સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને આલિયા ભટ્ટને મળ્યા બાદ ફિલ્મમેકર કરણ જાેહરે સારા અલી ખાન સાથે ત્યાંની રેસ્ટોરાંમાં ટેબલ મેળવવા માટેના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા.
In London, Karan tried to break into a restaurant in the name of Alia Bhatt
તેમણે આલિયા ભટ્ટના નામનો ઉલ્લેખ કરીને પણ રેસ્ટોરાંમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને ત્યાં જવા દેવાયો નહોતો. સારા અલી ખાને મંગળવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેનો વીડિયો શેર કર્યો હતા. જેના અંતમાં તે સહેજ ભોંઠાપ અનુભવી રહ્યો હોવાનું પણ જાેવા મળ્યું.
સારા અલી ખાને શેર કરેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, કરણ જાેહર રેસ્ટોરાંના સ્ટાફને આલિયા ભટ્ટના નામે કોઈ ટેબલ બૂક છે કે કેમ તે અંગે પૂછી રહ્યો છે. જેના જવાબમાં કર્મચારી કહે છે ‘આ ક્ષણે કોઈ બૂકિંગ નથી સર’. કરણ ફરીથી કન્ફર્મ કરવાનો ટ્રાય કરે છે અને કહે છે ‘તેના નામ પર ચાર લોકો માટેનું બૂકિંગ નથી?’.
કર્મચારી ના પાડે છે અને મોં ફેરવી લે છે. રેસ્ટોરાંમાં એન્ટ્રી ન મળતાં કરણ પહેલા સ્મિત આપે છે અને પછી થોડો શરમજનક સ્થિતિમાં મૂકાયો હોય તેમ લાગે છે. વીડિયો રેકોર્ડ કરી રહેલી સારા તેને હસતાં-હસતાં કહે છે ‘આવું પહેલીવાર થયું કરણ.
મને લાગે છે કે તેણે આપણને ટૂડલ્સ કહ્યું બાય બાય. સારા સાથે બહાર જતાં પહેલા, કરણ જાેહરે મનીષ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ સાથે બેસ્ટ ટાઈમ એન્જાેય કર્યો હતો. મનીષે બંને સાથેની તસવીર શેર કરી હતી. આમના સિવાય કરીના કપૂર, સૈફ અલી ખાન, ટિ્વન્કલ ખન્ના અને ગૌરી ખાન સહિતના સેલેબ્સ પણ લંડનમાં છે.
તે તમામ સાથે મનીષ મલ્હોત્રાએ તસવીરો શેર કરી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરણ જાેહર હાલ તેના ચેટ શો ‘કોફી વિથ કરણ’ની અપકમિંગ સીઝનના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે ૭ જુલાઈથી ઓન-એર થવાનો છે. આ સિવાય તે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’ને પણ ડિરેક્ટ કરી રહ્યો છે, જેમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સિવાય ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી છે.
બીજી તરફ, સારા અલી ખાન છેલ્લે ૨૦૨૧માં રિલીઝ થયેલી આનંદ એલ. રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં અક્ષય કુમાર અને ધનુષ સાથે જાેવા મળી હતી. તેણે થોડા સમય પહેલા જ લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ વિકી કૌશલ સાથે પૂરું કર્યું હતું.SS1MS