Western Times News

Gujarati News

ઈરફાનના પરિવારને મળી ઈમોશનલ થયો જયદીપ

મુંબઈ, એક્ટર જયદીપ અહલાવત હાલમાં જ સ્વર્ગસ્થ એક્ટર ઈરફાન ખાનના ઘરની મુલાકાત લીધી હીત. જેની તસવીરો જયદીપે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

આ તસવીરો શેર કરવાની સાથે જયદીપે ઈરફાનનાં પત્ની સુતાપા સિકદરનો આગતાસ્વાગતા માટે આભાર માન્યો હતો.

સુતાપાએ પણ જયદીપની આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. એક તસવીરમાં જયદીપ ઈરફાન ખાનના પોટ્રેટ સાથે પોઝ આપી રહ્યો છે. Irrfan’s family got emotional Jaideep

જ્યારે બીજી તસવીરમાં ઈરફાનના ઘરના ગાર્ડમાં રહેલા આંબા પરથી ઉતરેલી કેરીઓ જાેવા મળે છે. આ સાથે જ જયદીપે લેખક અનુપ સિંહે લખેલા પુસ્તક ‘ઈરફાનઃ ડાયલોગ્સ વિથ ધ વિન્ડ’ની ઝલક જાેવા મળે છે. સુતાપાએ આ પુસ્તકમાં જયદીપ માટે મેસેજ પણ લખ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Jaideep Ahlawat (@jaideepahlawat)

સુતાપાએ લખ્યું, જયદીપ, તું હંમેશા ચમકતો રહે અને સફળતા મળે. તું બદલાવ લાવી શકે. હંમેશા પ્રેમ અને આશીર્વાદ. સુતાપા, ઈરફાન, બાબીલ અને અયાન તરફથી. આ તસવીરોમાં ફેન્સે નોંધ્યું કે, જયદીપ ઈમોશનલ જાેવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરતાં જયદીપે લખ્યું, દાદા, તમે જે ઝાડ વાવ્યા હતા તે ફળ આપવા માંડ્યા છે. બધા માટે ખૂબ ખૂબ આભાર સુતાપા મેડમ. મને લાગ્યું કે હું ઘરે આવ્યો.

જલ્દી મળીશું બાબીલ. લવ યુ. સુતાપાએ આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, કેટલાક સંબંધો લોહીથી ઉપર હોય છે અને ગઈકાલે મને આ સમજાયું. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. ઉલ્લેખનીય છે કે, ૨૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ કેન્સરના કારણે ઈરફાન ખાનનું અવસાન થયું.

ઈરફાન ખાનને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર હોવાનું નિદાન થયું હતું. બે વર્ષની સારવારના અંતે તેનું નિધન થયું હતું. ઈરફાનના નિધનથી ફિલ્મ જગતને મોટી ખોટ પડી છે. વર્કફ્રંટની વાત કરીએ તો, જયદીપ અહલાવત હવે કરીના કપૂર અને વિજય વર્મા સાથે ડાયરેક્ટર સુજાેય ઘોષની ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.