Western Times News

Gujarati News

કરણ જાેહરને અક્ષય ખન્નાથી લાગતો હતો ખૂબ ડર

મુંબઈ, ફિલ્મમેકર કરણ જાેહરનો ચેટ શો કોફી વિથ કરણ ૭ ૭ જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. જેનું નવું ટીઝર સામે આવ્યું છે. જેમાં અત્યાર સુધીની સીઝનના રમૂજી અને રસપ્રદ સીન બતાવવામાં આવ્યા છે. બોલિવુડના સેલેબ્સ કરણ જાેહરના સવાલોના જવાબ આપતાં દેખાય છે. એવામાં નવી સીઝનને લઈને પણ ગતિવિધિ તેજ થઈ છે. આ સાથે જાેડાયેલી એક ક્લિપ વાયરલ થઈ રહી છે. Filmmaker Karan Jahar’s chat show Coffee with Karan is going to start from July 7.

એક જૂનો વિડીયો સામે આવ્યો છે જેમાં કરણ જાેહર અક્ષય ખન્નાને તેની હરકતો વિશે યાદ અપાવે છે. ૨૦૦૭માં કરણ જાેહરે અક્ષયને કોફી વિથ કરણમાં આમંત્રિત કર્યો હતો. અક્ષય ખન્ના આવ્યો અને ઢગલાબંધ વાતો પણ થઈ. આ દરમિયાન ફિલ્મમેકરે ખુલાસો કર્યો કે, અક્ષયનું બાળપણમાં કરણ પ્રત્યેનું વર્તન ખરાબ હતું અને એટલે જ કરણને તેનાથી ડર લાગતો હતો. આ વિડીયોમાં કરણ કહે છે, આ બધી વાતોનું શું અક્ષય, તું તો મનમોજી છે. આ અંગે પણ હું વાંચતો રહું છું. જાેકે, આપણે જ્યારે મળ્યા ત્યારે મને આ વાતનો અહેસાસ નહોતો થયો.

મને ક્યારેય તું મનમોજી નથી લાગ્યો. મને ખબર છે કારણકે તું બાળપણમાં મારી સાથે ખરાબ વર્તન કરતો હતો. તને યાદ નહીં હોય પણ આપણે સાથે મોટા થયા છીએ. આપણે પાડોશી હતા.

આપણે બંને સાઉથ બોમ્બેના છોકરાઓ છીએ. કરણ જાેહરે આગળ કહ્યું, “હું તારી સાથે બેડમિન્ટ રમતો હતો. હું ખરાબ પ્લેયર હતો પરંતુ તું સારું રમતો હતો. તું મને આવીને કહેતો હતો કે, કોર્ટમાંથી બહાર જા કારણકે તું બરાબર નથી રમતો.” કરણની આ વાતો સાંભળીને અક્ષયે કહ્યું હતું કે, તે ગપ્પા મારી રહ્યો છે. પરંતુ કરણે તરત જ જવાબ આપતાં કહ્યું કે, ‘કસમથી હું સાચું બોલું છું.

મને યાદ છે અને હું તારાથી ડરતો હતો કારણકે તું આવું વર્તન કરતો હતો. જણાવી દઈએ કે, અક્ષય ખન્ના એક્ટર વિનોદ ખન્નાનો દીકરો છે. તેણે ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘બોર્ડર’થી ડેબ્યૂ કર્યું હતું. ‘તાલ’, ‘દિલ ચાહતા હૈ’, ‘હમરાજ’, ‘હલચલ’, ‘ગાંધી માય ફાધર’, ‘રેસ’, ‘મોમ’, ‘સેક્શન ૩૭૫’ જેવી હિટ ફિલ્મોમાં અક્ષય કામ કરી ચૂક્યો છે. હવે તે અજય દેવગણ સાથે ફિલ્મ ‘દ્રશ્યમ ૨’માં જાેવા મળશે. આ ફિલ્મ ડાયરેક્ટર અભિષેક પાઠક ડાયરેક્ટ કરી રહ્યા છે. ૨૦૧૫માં આવેલી ફિલ્મની સીક્વલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.