ઠંડીની સિઝનમાં રોજ ખાવ આદું તો બીમારીઓ થશે છૂમંતર
ઠંડીની સિઝનમાં બજારમાં સારું એવું આદું મળતું હોય છે. આદું હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ઠંડીની સિઝનમાં આદુંવાળી ચા પીવાની મજા કંઈક ઓર છે. અનેક લોકો ઠંડીમાં આદુંવાળી ચા પીવાનું પસંદ કરતા હોય છે. માત્ર ચા જ નહી, અનેક પ્રકારના શાકમાં પણ આદુંનો ઉપયોગ થતો હોય છે. આ સાથે જ ઘણા ઘરોમાં દાળમાં પણ આદું નાખવામાં આવે છે. ડાયાબિટીસની સમસ્યા જે લોકોને છે એમના માટે આદું રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે જે લોકો દરરોજ આદુંનું સેવન કરે છે એમને અનેક ફાયદા મળે છે. આ સાથે જ આદુંનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે તેથી તેનું કેટલી માત્રામાં સેવન કરવું તે અગત્યનું છે.
ડાયાબિટીસને કંટ્રોલ કરે છે આદું : આદુંનું સેવન કરવાથી બ્લડ સુગરને ઓછી કરવામાં મદદ મળે છે. આદું શરીરનું ઈન્સ્યુલિન રિસ્પોન્સને સારું કરવામાં મદદરૂપ સાબિત થાય છે. દરરોજ બેથી ચાર ગ્રામ આદુંનું સેવન કરવાથી બોડી વેટ, બોડી ફેટ અને બ્લડ સુગર ઓછું થઈ શકે છે. આનાથી ઈન્સ્યુલિન લેવલમાં વધારો થાય છે. કોલેસ્ટ્રોલ અને હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક : આદુંમાં એન્ટી ઈન્ફલેમેન્ટરી ગુણ હોય છે જે ડાયાબિટીસને હાર્ટ પ્રોબ્લેમ્સથી બચાવવામાં મદદ કરે છે. આદુ ખાવાથી કાર્ડિયોવેસ્કુલર હેલ્થ પણ ઈમ્પ્રૂવ થાય છે અને હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ મળે છે.
આદુંનો તમે સલાડ, કોઈ પણ ડ્રિંક તેમજ શાકમાં નાીને ઉપયોગ કરી શકો છો. દરેક સિઝનમાં આદુંનું સેવન કરવાથી હેલ્થને ફાયદો થાય છે. જાે તમને આદુંની કોઈ સાઈડ ઈફેકટસ છે તો તમે આદુંનું સેવન કરતા પહેલા ડોકટરનો સંપર્ક કરો.