અમેરિકાની નાગરિક્તા લેવામાં ભારતીયો બીજા ક્રમે, મેક્સિકો ટોચ પર
વોશિંગ્ટન, અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જાેનારા ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે અને દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો આ સપનું પુરું કરવા અણેરિકા જાય છે. અમેરિકન ઈમિગ્રેશન વિભાગ યુએસસીઆઈએસના એક રિપોર્ટમાં આ બાબતને સમર્થન મળે છે. આ રિપોર્ટ મુજબ આ વર્ષે અમેરિકાની નાગરિક્તા લેનારા લોકોમાં ભારતીયો બીજા ક્રમે છે જ્યારે મેક્સિકો ટોચ પર છે. અમેરિકાએ ૨૦૨૨ દરમિયાન ૧૫મી જૂન સુધીમાં ૬,૬૧,૫૦૦ લોકોને નાગરિક્તા આપી છે.
અમેરિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૫મી જૂન સુધીમાં ૬,૬૧,૫૦૦ લોકોને નાગરિક્તા આપી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ના પહેલા ત્રિમાસિકમાં મેક્સિકો પછી ભારત પ્રાકૃતિક અમેરિકન નાગરિકો માટે જન્મના દેશ તરીકે બીજાે સૌથી મોટો દેશ છે. આપણા દેશના ઈતિહાસમાં જીવન અને સ્વતંત્રતાના વચન તેમજ સુખનો પીછો કરવાની સ્વતંત્રતાએ સમગ્ર વિશ્વમાં લાખો લોકોને અમેરિકાને તેમનું ઘર બનાવવા આકર્ષિક કર્યા છે તેમ યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસના ડિરેક્ટર એમ. જડ્ડોયુએ કહ્યું હતું.
નાણાકીય વર્ષ ૨૦૨૧માં યુએસસીઆઈએસએ ૮,૫૫,૦૦૦ નવા નાગરિકોને આવકાર્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૨માં યુએસસીઆઈએસે ૧૫મી જૂન સુધીમાં ૬,૬૧,૫૦૦ લોકોને અમેરિકાના નવા નાગરિકો તરીકે આવકાર્યા છે તેમ એજન્સીએ જણાવ્યું હતું. યુએસસીઆઈએસે જણાવ્યું હતું કે, તે આ વર્ષે સ્વતંત્રતા દિનની ઊજવણી કરે છે. વિભાગ ૧લીથી ૮મી જુલાઈ વચ્ચે ૧૪૦ થી વધુ કાર્યક્રમોમાં ૬,૬૦૦થી વધુ નવા નાગરિકોને આવકારીને સ્વતંત્રતા દિવસની ઊજવણી કરશે.
યુએસ હોમલેન્ડ સિક્યોરિટીના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨ના પહેલા ત્રિમાસિકમાં જ’દેશીકરણ’ના માધ્યમથી નાગરિક્તા મેળનારા લોકોમાં ૩૪ ટકા લોકો મેક્સિકો, ભારત, ફિલિપાઈન્સ, ક્યૂબા અને ડોમિનિકન રિપબ્લિકના હતા. તેમાંથી મેક્સિકોના ૨૪,૫૦૮ અને ભારતના ૧૨,૯૨૮ લોકોને નાગરિક્તા અપાઈ છે. વધુમાં ફિલિપાઈન્સના ૧૧,૩૧૬, ક્યૂબાના ૧૦,૬૮૯ અને ડોમિનિકન ગણરાજ્યના ૭,૦૪૬ લોકોને અમેરિકાની નાગરિક્તા અપાઈ.
આ વર્ષે અમેરિકાની નાગરિક્તા મેળવનારા ટોચના પાંચ દેશોની યાદીમાં ચીનનું નામ ગાયબ છે. ગયા વર્ષે આ યાદીમાં ટોચના પાંચ દેશોમાં મેક્સિકો, ભારત, ક્યૂબા, ફિલિપાઈન્સ અને ચીનનો સમાવેશ થતો હતો. આ ટોચના પાંચ દેશોના કુલ ૩૫ ટકા લોકોને નાગરિક્તા અપાઈ હતી. વિદેશમાં રહેવાની બાબતમાં ભારત દુનિયામાં પહેલા નંબરે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૦માં દેશમાંથી બહાર રહેતા લોકોની સંખ્યા ૧.૮૦ કરોડ છે.
ભારતના સૌથી વધુ લોકો યુએઈ, અમેરિકા અને સાઉદી અરબમાં રહે છે. બીજીબાજુ અમેરિકા ૨૦૨૦ સુધીમાં ૫.૧ કરોડ પ્રવાસીઓ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાના લોકોની પહેલી પસંદ છે.HS2KP