LCBએ ગૌવંશની હત્યા કરનારા છને ઝડપી, બે વાછરડા બચાવ્યા
સાણંદના અણદેજથી ગૌવંશની કતલ કરીને અમદાવાદમાં માંસ પહોંચાડવાનું ષડયંત્ર
(એજન્સી)સાણંદ, સાણંદ સહીત જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગૌવંશની ચોરી કરીને અણદેજની સીમમાં લાવીને કતલ કર્યા બાદ ગૌમાંસને અમદાવાદમાં સપ્લાય કરવાના ષડયંત્રનો એલ.સી.બીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ખેતર માીક સહીત ગૌવંશની ચોરી કરીને કતલ કરીને માંસ પહોચાડતા છ શખ્સોને ઝડપીને બે વાછરડાને બચાવી લીધા હતા.
એલ.સી.બી. ની ટીમને બાતમી મળી હતી કે સાણંદ તાલુકાના અણદેજ ગામના અનવરભાઈ લીલાભાઈ વાઘેલાના ખેતરમાં રાત્રી દરમ્યાન ધોળકાના કેટલાક ઈસમો કારમાં ગૌવંશની ચોરી કરીને બાદ ક્રૂરતાપૂર્વક કાપીને માંસને અમદાવાદ શહેરમાં સપ્લાય કરે છે.
આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે ગત બુધવારની રાત્રે અનવરભાઈના ખેતરની આસપાસ છુપાઈને વોચ ગોઠવી હતી. આ દરમ્યાન મોડી રાત્રે આ સ્થળે ઈનોવા આઈ-ર૦ મહીન્દ્રા પીકઅપ ડાલુ આવીને ઉભુ રહેતા પોલીસે ચારેય તરફથી જાેઈને ભાગવાનો પ્રયાસ કરતા કમરૂદીન ઉર્ફે લાલીયો મીર રહે.
ધોળકા આસીફ ઉફે ભુરીયો રાઈસ અહેમદ ગુલાબ ફારુક કાનુંગા રહે જુહાપુરાને ઝડપી લીધા હતા. આઈ-ર૦ કારનો દરવાજાે ખોલતા પાછળની સીટમાં એક વર્ષની ઉંમરના બે વાછરડા મોઢા અને પગેથી ક્રૂરતાપૂર્વક બાંધેલા જાેવા મળ્યા હતા. પોલીસે પીકઅપ ડાલામાં તપાસ કરતા નાના મોટા છ છરા તેમજ અણીદાર સળીયા મળી આવ્યા હતા.
ખેતરમાં તપાસ કરતા એક ખાડામાં ગૌવંશને કાપીને તેના શીગડા અને ચામડા જાેવા મળ્યા હતા. પકડાયેલા આશીફ કાનુંગાની પુછતાછ કરતા જણાવ્યું હતું કે ધોળકાની કમરૂદીન મીર અને જુહાપુરાનો વસીમ બાપુનગરનો અનીસ અણદેજભાનો જબ્બાર સાથે મળીને ગૌવંશનું કતલ કરીને અમદાવાદમાં વેચાણ કરવાનું ષડયંત્ર ચલાવતા હતા.
જે પૈકી કમરૂદીન મીર તથા તેના માણસો ઈનોવા કારમાં અલગ અલગ જગ્યાએથી રાત્રીના સમયે ગાયા વાછરડા ચોરી કરીને લાવતો હતો જયારે અણદેજના જબ્બારે વાછરડાઓની કતલ કરવા માટે ખેતર માલીક સાથે ગોઠવણ કરી આપી હતી.
જયારે વસીમ ગૌવંશની કતલ કરીને માંસ પહોચાડવાનું કામ કરતો હતો. એલ.સી.બીએ ૭.ર૦ લાખના વાહનો હથીયારો સહીત મુદ્દામાલ કરીને પી.આઈ. જી.એમ. પાવરાએ છ સામે સાણંદ પોલીસમાં ફરીયાદ નોધાવી છે.