સંતરામ મંદિરમાં “મન કી બાત” કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “મન કી બાત ” કાર્યક્રમના 90મા સંસ્કરણનું, ટીવી અને આકાશવાણીના માધ્યમથી સમગ્ર ભારતભરમાં પ્રસારણ કરવામાં આવ્યું. સમગ્ર ભારતભરમાં દસ રાજ્યોમાં, 10 સ્થળોએથી દૂરદર્શન દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. તે અંતર્ગત શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દૂરદર્શન દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીના ‘મન કી બાત’કાર્યક્રમ સાંભળવા, ખેડા જિલ્લાના અગ્રણીઓ પંકજભાઈ દેસાઇ, જહાન્વી વ્યાસ, વિપુલ પટેલ, તેજસ પટેલ, ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષ દેસાઈ, રંજન વાઘેલા, મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપરાંત નડિયાદ અને ખેડા જિલ્લાના વિવિધ સંસ્થાના હોદ્દેદાર ભાઈઓ,
બહેનો, બાળકો ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓ, વ્યાપારીઓ, ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રી સંતરામ મંદિર ખાતે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો પણ પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા જોડાઈ ગયા હતા. મન કી બાત કાર્યક્રમ બાદ ઉપસ્થિત નડિયાદ શહેર અને ખેડા જિલ્લાના વડીલો, યુવાનો, બહેનોએ, વેપારીઓ, ખેડૂતોએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની મન કી વાત પછી અમને ઘણી પ્રેરણા મળી છે.
આ ઉપરાંત જગન્નાથ મંદિરની રથયાત્રા, રમતગમત અને સ્વચ્છતા ઉપર પણ ભાર મૂક્યો હતો, જેમાં ખાસ કરીને પ્લાસ્ટિકના ઉપયોગ બાબતે પણ વાત કરી હતી. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશમાં સ્પેસ સેક્ટરની સંખ્યા સમગ્ર દેશમાં 100 ઉપર થઈ છે. 1 જુલાઈ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે છે. તે નિમિત્તે તમામ સીએને શુભેચ્છા પાઠવી હતી.
પીએમ મોદીએ વરસાદની ઋતુમાં શહેરોમાં જળ સંગ્રહ માટેનું આયોજન કરવા ઉપર તથા અષાઢી બીજ ગુજરાતના અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રાને યાદ કરી જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે સેવા કરવાનો મોકો મળ્યો તો જણાવી તેના આગલા દિવસે કચ્છીઓનું નવું વર્ષ હોવાથી કચ્છી ભાઈ-બહેનોને શુભકામના પાઠવી હતી.
આમ મન કી બાતમાં પ્રધાનમંત્રી શ્રીએ વરસાદી ઋતુમાં જળ સંગ્રહ, યુવા સ્ટાર્ટ અપ સ્પેસ સ્ટાર્ટ અપ, ચારધામ તીર્થયાત્રા, રસીકરણ માં જેમને બે ડોઝ પૂરા થયા છે. તેવા તમામ એ સ્ત્રીઓ પ્રિકોશન્સ ડોઝ લેવો જરૂરી છે. તેમાંય ખાસ કરીને વૃદ્ધો અને ખાસ હાથ વારંવાર ધોવા માસ્ક પહેરવા અને વરસાદમાં ગંદકીથી દૂર રહેવા જણાવ્યું હતું
તેમજ સંસ્કૃત કવિ કાલિદાસના meghdutam પુસ્તક પછી ગુજરાતમાં સંસ્કૃત ઉત્સવની શરૂઆત વિશે પણ જાણકારી હતી. આમ સમગ્ર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના નડિયાદના શ્રી સંતરામ મંદિર ખાતે રાજ્યનું પ્રથમ લાઈવ પ્રસારણ દૂરદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને મોટી સંખ્યામાં નગરજનો,
ખેડા જિલ્લાના રહેવાસી, મંદિરમાં આવતા દર્શનાર્થીઓ, બાળકો યુવાનો બહેનો અને વૃદ્ધોએ પણ સાંભળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ શ્રી સંતરામ મંદિર નડિયાદના સંતો પૂજ્ય નિર્ગુણ દાસજી મહારાજ, મુખ્ય મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજ તેમજ અન્ય સંતોએ પણ ઉપસ્થિત રહી નિહાળ્યો હતો.