Western Times News

Gujarati News

MGVCL દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત કરાયો

૬૦૦ જેટલા વીજ કર્મીઓનો સમાવેશ કરતી ૨૫ જેટલી ખાસ ટીમો જરૂરી સાધન સરંજામ સાથે ૪ વાહનો અને પોલ ઇરેક્શન મશીનથી સજ્જ છે તાજેતરમાં ત્રાટકેલા તાઉતે ‘ વાવાઝોડાથી રાજ્યના અન્ય વિસ્તારની સાથે મધ્ય ગુજરાત વીજ કંપનીના ( MGVCL ) વિસ્તારમાં પણ વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો હતો . જે અંતર્ગત ૬૦૦ જેટલા વીજકર્મીઓ ઉપરાંત ૩૦ થી ૪૦ જેટલા કોન્ટ્રાકટરોએ રાત દિવસ એક કરી યુધ્ધના ધોરણે વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કર્યો છે .

આ ઉપરાંત , મધ્ય ગુજરાત વીજ કંપની ( MGVCL ) દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત થઇ શકે તે માટે રપ જેટલી ખાસ ટીમો રવાના કરવામાં આવી હતી . 500 જેટલાં વીજ કર્મીઓનો સમાવેશ કરતી આ ખાસ ટીમો જરૂરી સાધન સરંજામ સાથે વાહનો અને પોલ ઇરેક્શન મશીનથી સજ્જ છે . આ ટીમોમાંના ઇજનેરો અને લાઇન સ્ટાફના કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટ – આધારિત કર્મચારીઓનો સમાવેશ થાય છે .

અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના કાર્યમાં જોડાયા હતા . MGVCL ની આ તાત્કાલિક સહાય વાવાઝોડાથી અસરગ્રસ્ત MGVCL ના વિસ્તારોમાં જરૂરી માનવબળ અને સાધન સરંજામ થકી વીજ પુરવઠો જલ્દીથી પુનઃ સ્થાપિત થશે . અત્રે ઉલ્લેખનીય છે કે , આ વાવાઝોડા દરમ્યાન જિલ્લાની ૧૦ ( દશ ) નગરપાલિકાઓ અને પરર જેટલા અસરગ્રસ્ત ગામડાઓમાં તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે . આ વાવાઝોડામાં ૩૪૭ જેટલા ફિડરો પણ અસરગ્રસ્ત થાય હતા .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.