મુકેશ અંબાણીના પુત્ર અનંતની રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઈ
મુંબઈ, રિલાયન્સના માલિક મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઇ કરવામાં આવી છે. બહુ જલ્દી બંને લગ્ન કરી શકે છે. અનંત અને રાધિકાના લગ્ન પહેલા આજે તેની સગાઇ કરવામાં આવી હતી. કપલની સગાઇ સેરેમનીની પ્રથમ તસવીર સામે આવી છે. તેમની સગાઇનો કાર્યક્રમ રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં યોજાયો હતો. અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારની દરેક ઈવેન્ટમાં જાેવા મળે છે. હવે બહુ જલ્દી તે અંબાણી પરિવારની નાની વહુ બનશે. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાળપણથી એકબીજાને ઓળખે છે. વર્ષ ૨૦૧૮માં બંનેની સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. રાધિક એક પ્રશિક્ષિત ક્લાસિકલ ડાન્સર પણ છે.
રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટની પણ ગણના દેશના અમીર વ્યક્તિઓમાં થાય છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું છે. આ પછી તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં તેમણે રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૨૦૧૭ માં સ્નાતક પૂર્ણ કર્યા પછી, તેઓ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ઇસ્પ્રાવામાં જાેડાય હતી. તેને વાંચન, ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે.