પુરૂષોને પત્નીઓના ત્રાસથી બચાવવા રાષ્ટ્રીય પુરૂષ આયોગ રચવા દાદ માંગતી અરજીમાં સુપ્રિમ કોર્ટ શું કરશે ?!
નડીયાદમાં પત્નીને ગોળી મારી પતિએ કરેલી હત્યા એ સમગ્ર માનવ સમાજે ગંભીર નોંધ લઈ વધુ આવા ગુન્હા ન બને તે વિચારવાની જરૂર છે ?!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, ‘કોઈપણ માણસ કાયદાથી ઉપર નથી અને કોઈ માણસ કાયદાથી નીચે નથી’!! આનો અર્થ એટલો કે કોઈ મહિલા કે પુરૂષ એકબીજાને ત્રાસ આપી શકે નહીં !! ભારતની સુપ્રિમ કોર્ટમાં પુરૂષોને મહિલાઓના ત્રાસથી બચાવવા પુરૂષ આયોગ જેવી સંસ્થા રચવાની માંગણી કરતી
એક રીટ પીટીશન દાખલ થઈ છે અને દેશમાં ૪.૮% પુરૂષોએ લગ્ન સબંધિત સમસ્યાઓથી કંટાળીને આત્મહત્યા કરી છે તેવી રજૂઆત સાથે દાદ માંગવામાં આવી છે તો પત્નીથી પરેશાન પુરૂષોની સંખ્યા દિન પ્રતિદિન વધતા આ મુદ્દે રીટપીટીશન દાખલ કરાઈ છે,
ત્યાં ગુજરાતમાં, નડીયાદની કોર્ટમાં પત્નીએ કરેલા ભરણ પોષણથી કંટાળેલા નિવૃત્ત અધિકારી ૨૦ વર્ષનાદાંપત્ય જીવન બાદ પોતાની પત્ની નિમિષાથી કંટાળીને પોતાની પત્નીને ગોળી મારી દઈ પોલીસ સ્ટેશનમાં જાતે જ હાજર થઈ ગયેલ !! કહેવાય છે કે, પતિ અને પત્નીએ એકબીજા વિરૂધ્ધ પોલીસ કેસ પણ કર્યા હતાં
અને પતિ રસિકભાઈ પત્નીને મનાવવા તમામ પ્રયાસ કર્યા બાદ આ ગુન્હાહીત અપકૃત્ય કર્યુ હતું. સમાજમાં આવા બનાવો બનતા અટકાવવા કેન્દ્ર સરકારે પુરૂષોની સુરક્ષા માટે અને સમાન ન્યાય માટે કાયદો ઘડવાની જરૂર છે !! સને ૨૦૨૧ માં ૮૧,૦૬૩ પુરૂષોએ આત્મહત્યા કરી છે.
આ આંકડો સને ૨૦૨૧ નો છે આથી હવે પુરૂષો પર વધી રહેલા તણાવમાં પુરૂષોને પણ જીવવાનો સમાન અધિકાર છે અને કાયદાનો દુરઉપાયેગ થતો અટકાવવો પણ સાથે જરૂરી છે. એવું સાંપ્રત સમયમાં બનતી ઘટના જાેતા લાગે છે હવે સુપ્રિમ કોર્ટ કઈ રીતે પુરૂષોને સુરક્ષા કવચ પુરૂ પાડે છે એ જાેવાનું રહે છે !! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા )
આપણે ભલે જુદા જુદા જહાજાેમાં આવ્યા પણ હવે એક જ નાવડીમાં સવાર છીએ – માર્ટીન લ્યુથર કિંગ !!
અમેરિકાના માનવ અધિકારના પ્રણેતા માર્ટીન લ્યુથર કીંગે કહ્યું છે કે, ‘આપણે ભલે જુદા જુદા જહાજાેમાં આવ્યા હોઈએ પરંતુ હવે તો એક જ નાવડીમાં સવાર છીએ’!! જયારે એરિસ્ટોટલે કહ્યું છે કે, ‘સમાન મનુષ્યો સાથે સમાન વ્યવહાર એટલે જ સમાનતા’!! મહિલાઓને ‘સમાન અધિકારો’ થી લાંબા સમયથી વંચિંત રખાઈ છે !!
અને ભારતમાં પણ મહિલાઓ પ્રત્યે કોઈ સારી સ્થિતિ નથી અને આથી મહિલાઓ માટે લડનારા અનેક સામાજીક સંગઠનો છે !! અને મહિલા આયોગ પણ છે પરંતુ ભારતમાં હવે પુરૂષો વિરૂધ્ધ પણ ત્રાસ વધતો ગયાના બનાવોમાં સમાજમાં વરવા પરિણામો જાેવા મળી રહ્યા છે
અને સ્ત્રીઓ દ્વારા ખોટી ફરિયાદ કરવી કે મહિલાઓ દ્વારા ‘હનીટ્રેપ’ ના ગુન્હાઓ પણ વધ્યા છે. આથી બદલાયેલી પરિસ્થિતિમાં સુપ્રિમ કોર્ટમાં મહિલાઓ દ્વારા ઘરેલું હિંસાનો પુરૂષો ભોગ બની રહ્યા છે એવી રજૂઆત કરી પુરૂષ આયોગ જેવી સંસ્થાની રચના કરતી દાદ માંગવામાં આવી છે !!