Western Times News

Gujarati News

પંચર બનાવતા વ્યક્તિએ આત્મહત્યા કરતા પેટ્રોલપંપ સંચાલક વિરુદ્ધ કાર્યવાહી

Files photo

પેટ્રોલ પમ્પ બીજેપીના માજી કોર્પોરેટર જીતુ રાણાનો હોવાનું સામે આવ્યું છે. પેટ્રોલ પંપ પર ભાડેથી પંચરની દુકાન રાખી પોતાનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિએ આત્મહત્યા કરતા મેમનગર વિસ્તારમાં હાહાકાર મચ્યો છે.

અમદાવાદ, અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપમાં પંચર બનાવતા વ્યક્તિએ આત્મહત્યા કરતા પેટ્રોલ પંપના સંચાલક અને મેનેજર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. સોશિયલ મીડિયામાં મૃતકનો વાયરલ વિડીયો પણ પોલીસ માટે મહત્વનો પુરાવો સાબિત થયો છે.

મહત્વનું છે કે પેટ્રોલ પમ્પ બીજેપીના માજી કોર્પોરેટર જીતુ રાણાનો હોવાનું સામે આવ્યું છે. પેટ્રોલ પંપ પર ભાડેથી પંચરની દુકાન રાખી પોતાનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિએ આત્મહત્યા કરતા મેમનગર વિસ્તારમાં હાહાકાર મચ્યો છે. મૃતક પરિસ્થિતિ સાથે નહિ લડી શકતા પોતાનો જીવ ગુમાવી પરિવારે પણ ઘરનો મોભી ગુમાવવો પડ્યો છે.

મૃતક સીબ્બુ મણીયન ઇરાવા એ ૈર્ંંઝ્ર પાસેથી કોન્ટ્રાકટથી રૂપિયા ૩ લાખની ડિપોઝીટ ભરીને દર મહિને ૧૬ના ભાડે પંચરની દુકાન રાખી હતી. પણ તાજેતરમાં જ વર્ષ ૨૦૨૦માં જ સીબ્બુ મણીયન ઇરાવાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ જતાં ૈર્ંંઝ્રના કર્મચારી અને મેમનગર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ માલિક જીતુ રાણા દ્વારા પરેશાન કરી દુકાન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવતુ.

બીજી તરફ સીબ્બુ મણીયન ઇરાવાએ પોતાના કેરળ વતનમાં મકાન બનાવવાનું કામ શરૂ કરાવ્યું હોવાથી રૂપિયાની જરૂરિયાત ઉભી થઇ હતી. પરંતુ પંપ દ્વારા ન તો તેને ડિપોઝીટ પરત કરવામાં આવી ન હતો ધંધો કરવા દેવામાં આવ્યો. જેને પગલે કંટાળીને આત્મહત્યાનું પગલું ભર્યું. સીબ્બુ મણીયન ઇરાવા એ આત્મહત્યા કરતા પહેલા પેટ્રોલ પંપ પરથી જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જે

માં તેની કથની લોકો સમક્ષ મૂકી હતી કે તેને કેવી રીતે હેરાનગતિ કરવામાં આવતી. જાેકે હેરાનગતિનો સીલસીલો છેલ્લા બે સપ્તાહથી ચાલતો હતો. જેને પગલે કંટાળીને આત્મવિલોપન પ્રયાસ કર્યો હતો બાદમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હાલમાં પોલીસે ડાઇંગ ડિકલેરેશન ના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.