Western Times News

Gujarati News

આતંકી હુમલાના ઈનપુટ્‌સ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક

નવીદિલ્હી, ૨૬ જાન્યુઆરીએ આતંકી સંગઠન દિલ્હી, અયોધ્યા અને બોધગયામાં હુમલો કરવાની તૈયારીમાં છે. રોહિંગ્યા ઘૂસપેઠીઓનું એક ગ્રૂપ અનેક જગ્યાએ હુમલો કરવાની તૈયારીઓમાં હોવાની માહિતી મળતાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.
દેશના અનેક ઉગ્રવાદી સંગઠનોએ આતંકીઓ સાતે હાથ મિલાવી લીધો છે. ઈનપુટ્‌સ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને દિલ્હી હાઈ એલર્ટ પર છે.

દિલ્હી પોલિસના આતંક નિરોધી ફોર્સ એટલે કે સ્પેશ્યલ સેલના એક અધિકારીએ કહ્યું છે કે આતંકી હુમલો ગંભીર હોવાના ઈનપુટ્‌સ મળ્યા છે. આતંકી સંગઠનો દિલ્હી, અયોધ્યા અને બોધગયા સહિત અનેક સ્થળોને નિશાન બનાવી રહ્યા છે. રોહિંગ્યાનું એક ગ્રુપ તેના પ્રશિક્ષણમાં જઈ ચૂક્યા છે.

આ સિવાય ખાલિસ્તાન, ઉત્તર પૂર્વી રાજ્યોના ઉગ્રવાદી સંગઠન અને જમ્મૂ કાશ્મીરના આતંકી સંગઠન એક થયા છે. દિલ્હીના દંગામાં મોટી ભૂમિકા નિભાવનારી એક સંસ્થા દ્વારા આતંકી સંગઠનની સાથે પણ ઈનપુટ મળ્યા છે. આ સૂચનાઓ ગયા અઠવાડિયે મળી હતી.

ઈનપુટમાં કહેવાયું છે કે જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫ને હટાવવા અને રામ મંદિર બનવાના વિરોધમાં આતંકી સંગઠન ટારગેટ કિલિંગ કરી શકે છે. તેના આધારે દિલ્હીમાં હાઈ એલર્ટ અપાયું છે. સુરક્ષા એજન્સીઓના ખેડૂતના ઘરણા સ્થળ, ગણતંત્ર પરેડ અને ભીડભાડવાળા વિસ્તારોમાં હાઈએલર્ટ આપ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.