Western Times News

Gujarati News

દિલ્હી યુપી સહિત ઉત્તર ભારતમાં ભારે ઠંડી: લોકો પરેશાન થયા

નવીદિલ્હી, દેશના ઉત્તરી ભાગમાં ભારે ઠંડી ગાઢ ધુમ્મસ અને શીતલહેરનો સીતમ જારી છે.પહેલા જ ભારે ઠંડી અને શીતલહેરે અનેક શહેરોનો પારો ગગડાવ્યો છે ત્યાં હવે પહાડી વિસ્તારોમાં થઇ રહેલ બરફવર્ષાથી મેદાની વિસ્તારોમાં ઠંડી હવાઓ પરેશાની વઘારી રહી છે.છેલ્લા કેટલાક દિવસોથી હરિયાણા યુપી દિલ્હી સહિત મોટાભાગના રાજયોમાં સવાર સાંજ ગાઢ ધુમ્મસ થઇ રહ્યું છે જેથી લોકોની પરેશાની વધી ગઇ છે.

મૌસમ વિજ્ઞાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશ પંજાબ હરિયાણા અને દિલ્હી એનસીઆરમાં આગામી બે દિવસ સુધી ભારે ઠંડી રહેશે જમ્મુ કાશ્મીરથી પશ્ચિમી વિક્ષોભના ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું કારણે તેની અસર મેદાની વિસ્તરોમાં ઠઁડી હવાઓ પર પડશે.

મૌસમ વિભાગના પૂર્વાનુમાન અનુસાર દિલ્હીમાં ૨૭ જાન્યુઆરીએ ન્યુનતમ તાપમાન એકવાર ફરી ઘટી ૪ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે વેસ્ટર્ન ડિસ્ટબેંસના કારણે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઉચાઇવાળા વિસ્તરોમાં બરફ પડી શકે છે એ યાદ યાદ રહે કે નવા પશ્ચિમ વિક્ષોભના કારે સતત મૌસમ બદલાઇ રહ્યું છે.દિલ્હીમાં ન્યુનતમ તાપમાન ૮.૮ ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું જયારે દિલ્હીના સફદરગંજ અને પાલમ વિસ્તારમાં દ્‌શ્યતા ૫૦૦ મીટર રિપોર્ટની થઇ હતી. આ સાથે પ્રદુષણમાં પણ વધારો નોંધાયો મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશ હરિયાણા બિહાર આસામ મેધાલયમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.

ભારે ઠંડીથી અનેક રાજયોમાં ન્યુનતમ પારો નીચે આવ્યો છે વિભાગના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં પણ મૌસમ આવું જ રહે તેવી સંભાવના છે એટલું જ નહીં ધુમ્મસ હિમપાત અને શીતલહેરની વચ્ચે યુપી અને ઝારખંડ સહિત દેશના અનેક રાજયોમાં વરસાદની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.