Western Times News

Gujarati News

શેરબજારમાં સતત મંદી અને સોના-ચાંદીમાં તેજીની સમીક્ષા કરવા વડાપ્રધાનનો આદેશ

File photo

નાણાંમંત્રી નિર્મલા સિતારમન અને ઉચ્ચ અધિકારીઓ
સાથેની બેઠકમાં થયેલી મહત્વપૂર્ણ ચર્ચા

નવી દિલ્હી : દેશમાં સ્થિર સરકાર તથા સારા ચોમાસા જેવા સારા કારણો છતાં શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી સતત મંદીનો માહોલ જાવા મળી રહયો છે ત્યારે બીજીબાજુ સોના-ચાંદીમાં તેજીના પગલે નાગરિકો મોંઘવારીના કપરા સમયમાં લગ્નસરાની મોસમમાં જ મુશ્કેલીમાં મુકાયા છે.

આ પરિસ્પથિતિ અંગે વડાપ્રધાન પણ ચિંતિત બન્યા છે અને તેમણે નાણાંમંત્રી નિર્મલા સિતારમનને શેરબજારમાં મંદી અને સોના-ચાંદીમાં તેજી અંગે સમીક્ષા કરવા જણાવ્યું છે વડાપ્રધાનના આદેશ વચ્ચે પણ આજે શેરબજારમાં પ્રથમ સેશનમાં જ મંદીનો માહોલ છવાયેલો છે જેના પરિણામે નાના રોકાણકારો બજારથી અલિપ્ત થઈ રહયા છે આ ઉપરાંત રૂપિયો પણ નબળો પડી રહયો છે.

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી સતત મંદીનો માહોલ જાવા મળી રહયો છે ભારતીય શેરબજારમાં વિદેશી નાણાંકીય સંસ્થાઓની પ્રમુખ ભૂમિકા જાવા મળી રહી છે ભારતમાં છેલ્લા બે ટર્મથી Âસ્થર સરકાર સત્તા સ્થાને છે આ ઉપરાંત સારૂ ચોમાસુ પણ રહયુ છે સાથે સાથે અર્થતંત્ર પણ મજબુત બની રહયું છે આવા મજબુત કારણો વચ્ચે શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મંદીનો માહોલ જાવા મળી રહયો છે અને સેન્સેકસ તથા નીફટીમાં સતત ઘટાડો જાવા મળી રહયો છે

બીજીબાજુ શેરબજારમાં મંદીના વાતાવરણ વચ્ચે સોના-ચાંદીમાં અભૂતપૂર્વ તેજી જાવા મળી રહી છે. સોનાનો ભાવ રૂ.૪૦ હજારની નજીક પહોંચી ગયો છે જેના પરિણામે લગ્નગાળાની સીઝનમાં જ આ ભાવ વધવાથી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે

આ પરિસ્થિતિ અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સજાગ બન્યા છે મજબુત કારણો વચ્ચે તથા મજબુત બનતું અર્થતંત્ર છતાં અર્થતંત્રની પારાસીસી સમાન શેરબજારમાં મંદીનો માહોલ છવાયેલો છે ત્યારે વડાપ્રધાને આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

વડાપ્રધાન મોદીએ નાણાં વિભાગના અધિકારીઓ તથા નાણાંમંત્રી નિર્મલા સીતારમન સાથે મીટીંગ કરી હોવાનું જાણવા મળી રહયું છે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેરબજારમાં સતત મંદીની સમીક્ષા કરવા જણાવ્યું છે આ ઉપરાંત સોના-ચાંદીના ભાવો પણ નિયંત્રણમાં લેવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરવાનું જણાવવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા મહત્વપૂર્ણ માર્ગદર્શન છતાં આજે શેરબજાર ખુલતાની સાથે જ મંદીનો માહોલ જાવા મળી રહયો છે. બજાર ખુલતાની સાથે જ નફારૂપી વેચવાલી શરૂ થઈ હતી

જેના પરિણામે સેન્સેકસમાં ર૩પ પોઈન્ટ અને નીફટીમાં ૪ર પોઈન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો અને તેમાં પણ સતત ઘટાડો થઈ રહયો છે બીજીબાજુ ડોલર સામે રૂપિયામાં નવ પૈસાનો કડાકો થયો છે આમ આંતરરાષ્ટ્રી બજારમાં રૂપિયાનું અવમૂલ્યન સતત થઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.