Western Times News

Gujarati News

સરકાર સામે વિરોધ પ્રદર્શન કે રસ્તા જામ કર્યા તો સરકારી નોકરી નહીં મળે

પટણા, બિહારમાં સરકારે વિરોધ પ્રદર્શન કરવા મામલે એવું ફરમાન કાઢ્યું છે કે દેશભરમાં ખૂબ ટીકા કરવામાં આવી છે, ફરમાન અનુસાર વિરોધ પ્રદર્શન કર્યો તો વ્યક્તિને નોકરી નહીં મળે.

બિહારમાં જૉ સરકાર સામે જૉ હવેથી વિરોધ પ્રદર્શન કે રસ્તા જામ કર્યા તો તે વ્યક્તિ સરકારી નોકરીને લાયક નહીં રહે અને કોઈ કોન્ટ્રાક્ટ પણ સરકાર નહીં આપે. આવું નવું ફરમાન બિહારમાં નીતિશ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.

સરકારે નક્કી કર્યું છે કે હવેથી સરકારી નોકરી તે વ્યક્તિને જ મળશે જેના માટે પોલીસે ચરિત્ર પ્રમાણ જાહેર કરેલ હોય. જૉ સરકાર સામે પ્રદર્શન કે પછી રસ્તા જામ કર્યા તો અને તે વાત જૉ પોલીસના રેકોર્ડમાં રહેશે તો સારા ચરિત્રનું પ્રમાણ નહીં મળે.

બિહારના ડીજીપીએ આ મુદ્દે એક લાંબો આદેશ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જૉ કોઈ વ્યક્તિ વિરોધ પ્રદર્શન, સડક જામ જેવા મામલાઓમા સામેલ હશે તો તેણે આપરાધિક કૃત્ય ગણવામાં આવશે. આવા વ્યક્તિઓએ ગંભીર પરિણામો માટે તૈયાર રહેવાની જરૂર છે અને તેમને સરકારી નોકરી વગેરે નહીં મળે.

બિહારમાં આ નવા ફરમાનનો જાેરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિહારના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે મુસોલીની અને હિટલરને પણ પડકાર આપી રહેલા નીતિશ કુમાર કહે છે કે સત્તા વ્યવસ્થા વિરુદ્ધ પ્રદર્શન કર્યું તો નોકરી નહીં મળે. એટલે નોકરી પણ નહીં આપે અને વિરોધ પણ કરવા નહીં દે. ૪૦ સીટોના મુખ્યમંત્રી ભયભીત છે કે શું?

બિહારના ઉપરથી લઈને નીચે સુધીના પોલીસ અધિકારીઓને આ મુદ્દે આદેશ અપાઈ ગયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ચૂક ન થવી જાેઈએ અને તેના માટે પોલીસ સ્ટેશનના થાનાધ્યક્ષ જવાબદાર રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.