Western Times News

Gujarati News

આ રીતે ભારતની છબીમાં કોઈ સુધાર નહીં આવે : શશિ થરુર

નવી દિલ્હી: ખેડૂત આંદોલનની વૈશ્વિક હસ્તિઓનું સમર્થન કર્યા બાદ આવેલી સરકારની કડક પ્રતિક્રિયા પર બોલીવૂડ કલાકારો અને ક્રિકેટરોએ ટેકો આપ્યો ત્યારે કોંગ્રેસ નેતા શશિ થરુરે બુધવારે કહ્યું કે, કેન્દ્રના વલણ અને અલોકતાંત્રિક વ્યવહારથી ભારતની વૈશ્વિક છબીને જે નુકસાન થયું છે તેની ભરપાઈ ના થઈ શકે.

ભારતે પોપ સિંગર રિહાના અને પ્રર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ જેવી વૈશ્વિક હસ્તિઓ દ્વારા ખેડૂત આંદોલનનું સમર્થન કરવા પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. બોલીવૂડના ઘણાં અભિનેતાઓ, ક્રિકેટરો અને કેન્દ્રીય મંત્રીઓએ સરકારનું સમર્થન કર્યું છે.

થરુરે ટ્‌વીટ કર્યું, ભારત સરકાર માટે ભારતીય હસ્તીઓએ પશ્ચિમની હસ્તિઓ પર પલટવાર કરવો શરમજનક છે. ભારત સરકારના જીદ્દી અને અલોકતાંત્રિક વર્તનથી ભારતની વૈશ્વિક છબીને નુકસાન થઈ રહ્યું છે, તેની ભરપાઈ ક્રિકેટરોના ટિ્‌વટટથી નહીં થઈ શકે.

પૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર, અનિલ કુંબલે અને રવિ શાસ્ત્રીએ ઈન્ટિય ટુગેધર (ભારતની એકતા) અને ઈન્ડિયા અગેન્ટ્‌સ પ્રોપગેન્ડા (ભારત દુષ્પ્રચારની વિરુદ્ધ છે) હેશટેગ સાથે ટિ્‌વટ કર્યું છે. આ પછી થરુરે ટિપ્પણી કરી છે. પૂર્વ વિદેશી રાજ્ય મંત્રીએ કહ્યું, કાયદો પરત લો અને સમાધાન પર ખેડૂતો સાથે ચર્ચા કરો.

આવો ભારતની એકતાને યથાવત રાખીએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ તથા નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે સારું છે કે રિહાના અને થનબર્ગ વિદેશ મંત્રાલયને જગાવી શકે છે.

તેમના ટિ્‌વટ પર કહ્યું, વિદેશ મંત્રાલય, તમને ક્યારે અનુભવ થશે કે માનવાધિકાર અને આજીવિકાના મુદ્દાથી ચિંતિત લોકો રાષ્ટ્રીય સરહદોને નથી ઓળખતા. વિદેશ મંત્રાલયે મ્યાંમામાં સૈન્ય તખ્ત-પલટા પર ટિપ્પણી શા માટે કરી હતી? જેના પર વિદેશ મંત્રાલય ઘણું ચિંતિત શા માટે હતું?

તેમણે પૂછ્યું કે વિદેશ મંત્રાલય શ્રીલંકા અને નેપાળના આંતરિક મામલે નિયમિત રીતે ટિપ્પણી શા માટે કરે છે? ચિદમ્બરમે કહ્યું કે ભારતના વડાપ્રધાન અને અમેરિકાના કેપિટલ ભવન (સંસદ ભવન) પર હુમલા પર ટિપ્પણી શા માટે કહી હતી? મને દુખ થાય છે કે એસ જયશંકાર જેવા વિદ્વાન વ્યક્તિ વિદેશ મંત્રાલય દ્વારા આવી સામાન્ય પ્રતિક્રિયા કરવાની મંજૂરી આપી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.