Western Times News

Gujarati News

કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા નાદરી ગામમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવી

૨૦૦ વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. : – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

તા. ૭ જાન્યુઆરીને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી નાદરી ગામ ખાતે સાંજે પ – ૦૦ થી ૭ – ૦૦ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.


કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે અનેક સ્થળોએ શાકોત્સવ કરતાં હતા, તેમણે લોયા ગામમાં જે શાકોત્સવ કર્યો તે લીલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુપ્રસિધ્ધ છે.અને દરેક ધર્મગ્રંથોમાં પણ તેનું નિરુપણ કરવામાં આવેલું છે. શ્રીજીમહારાજની આ લીલાની સૌ કોઈને સ્મૃતિ થાય તેવા હેતુ થી આજે ર૦૦ વર્ષ પછી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આ શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તે પ્રસંગની સ્મૃતિ રુપે કુમકુમ મંદિર દ્વારા નાદરી ગામમાં શાકોત્સવનું આયોજન શ્રી રાહુલભાઈ બ્રહ્મભટ્ટ તરફથી કરવામાં આવ્યું હતું.

આ નાદરી ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવત્‌ ૧૮૫૫ની આસપાસ પધાર્યાં હતા અને છપ્પનયો દુષ્કાળ પડશે તેથી સૌ કોઈ માણસો અનાજનો સંગ્રહ કરજો તેવી આગાહી કરી હતી. અને ભકતોને ચેતવ્યા હતા. આમ,આ નાદરી ગામ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી પાવન થયેલું છે. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.