Western Times News

Gujarati News

શામળાજી નજીક ટ્રેકટર પાછળ બાઈક ઘુસી જતા યુવકનું મોત 

લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા અમદાવાદના યુવકની કારનું ટાયર ફાટતા મોત,બે ઈજાગ્રસ્ત

અરવલ્લી જીલ્લામાં સોમવાર ગોજારો સાબીત થયો હતો બે જુદા જુદા અકસ્માતમાં બે યુવકોનું કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી અમદાવાદ રહેતો પરિવાર કાર લઇ માલપુરના વાવડી ગામે પારિવારીક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ પરત કાર લઇ આવતા હતા.

અમદાવાદ ફરતા બાયડ-દહેગામ રોડ પર જંત્રાલ પાસે કારનું ટાયર ફાટતા કાર રોડ સાઈડ રહેલા ઝાડ સાથે ધડાકાભેર ટકરાતા કાર ચાલક યુવકનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અન્ય એક અકસ્માતમાં શામળાજીના પાલ્લા નજીક ટ્રેકટરે બાઈકને અડફેટે લેતા સર્જાયેલ  ગમખ્વાર અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હતું જીલ્લામાં બે જુદા-જુદા અકસ્માતમાં બે આશાસ્પદ યુવકના મોત થતા ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

અમદાવાદ રહેતો યોગેશ મહેન્દ્રભાઈ પટેલ નામનો યુવક તેના પરીવાર સાથે સ્વીફ્ટ કાર લઇ માલપુર તાલુકાના વાવડી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત સોમવારે સવારે જવા નીકળ્યો હતો

બાયડ – દહેગામ રોડ પરથી પસાર થઇ રહેલ સ્વીફ્ટ કારનું ટાયર ફાટતા કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ બાજુમાં રહેલા ઝાડ સાથે ધડાડાકાભેર અથડાતા કાર ચાલક યોગેશ પટેલના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો કારમાં સવાર અન્ય બે લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકોએ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા

અકસ્માતના પગલે યુવકના પરિવારજનો અને સગા-સબંધીઓ દોડી આવી રોકોકકળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી અકસ્માતની ઘટનાનાના પગલે આંબલીયારા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી લગ્ન પ્રસંગમાં ખુશીનો માહોલ થોડી જ ક્ષણોમાં ઓસરી ગયો હતો

ભાણમેર ગામનો જયેશભાઇ અશોકભાઈ નિનામા નામનો યુવક ઘરે થી બાઈક લઈ શામળાજી કામકાજ અર્થે નીકળ્યો હતો પાલ્લા ગામની સીમમાં સામેથી આવી રહેલા ટ્રેકટરના ચાલકે ટ્રેકટર ગફલતભરી રીતે હંકારી બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવક જયેશ નિનામા રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે દોડી આવેલ શામળાજી પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી ટ્રેકટર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી તજવીજ હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.