Western Times News

Gujarati News

નરોલીમા સ્વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

(પ્રતિનિધિ) સેલવાસ, ૧પમી ઓગષ્ટ ર૦૧૯ અને ગુરુવારના દિવસે ૯.૦૦ કલાકે ૭૩માં સ્વતંત્ર દિવસની ઉજવણી કર્યા પછી શાળાના બાળકોને મીઠાઈ વહેંચવામાં આવી અને ત્યારબાદ ગ્રામ પંચાયત નરોલીના પટાંગણમાં ૧૯પ૪થી ૧૯૬૧ સુધી મુક્ત પ્રદેશના વરીષ્ઠ પંચાયતના નિમાયેલા સંચાલકોએ દાદરા નગર હવેલીનો પ્રશાસન સાથે પરામર્શ કરીને વહીવટ ચલાવ્યો હતો તેવા નરોલી ગામના મહાનુભાવોના પરિવારોનું ગ્રામ પંચાયત નરોલીના સરપંચ પ્રિતીબેન જીતેન્દ્રસિહ દોડીયા, ઉપ- સરપંચ યોગેશસિહ એફ. સોલંકી, જીલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી જીગીષાબેન એચ. પટેલ અને પંચાયતના સભ્યો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને સ્મૃતિ ભેટથી નવાજવામાં આવતા તમામ ગ્રામજનોમાં ગર્વ સાથે આનંદની લાગણી ફેલાઈ હતી.

જેમાં વાઈસ ચેરમેન સ્વ. રામસિંહ મોહનસિંહ પરમારના સુપુત્ર ચન્દ્રસિંહ રામસિહ પરમાર, સવ. સરપંચ ઉમેદસિહ મોહનસિંહ પરમારના સુપુત્ર શ્રી રાજેન્દ્રસિહ ઉમેદસિહ પરમાર સ્વ. ઉપસરપંચ છત્રસિંહ જયસિંહ ચૌહાણના સુપુત્ર ચન્દ્રસિંહ છત્રસિંહ ચૌહાણ, પંચાયતના વરિષ્ઠ સ્વ. સભ્ય ગુલાબસિંહ છોટુસિંહ પરમારના સુપુત્ર ઈશ્વરસિંહ ગુલાબસિંહ પરમાર, સ્વ. સભ્ય અભેસિંહ પ્રથમસિહ પરમારના સુપુત્ર પ્રવિણસિહ અભેસિંહ પરમાર, સ્વ. સભ્ય ભીખુભાઈ ગોમાનસિહ સોલંકીના સુપુત્ર હરેન્દ્રસિંહ ભીખુભાઈ સોલંકીનો સમાવેશ થાય છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.