Western Times News

Gujarati News

ગુજરાતમાં ટોલટેક્સ ઉપર ફાસ્ટટ્રેગ ફરજિયાત થતાં લોકલ વાહન ચાલકોમાં આક્રોશ

ભરૂચના મૂલદ ટોલટેક્ષ ઉપર હવે સ્થાનિક ભરૂચવાસીઓએ પણ ટોલ ચૂકવવો પડશે.

ફાસ્ટ ટેગ દ્વારા ટોલ નહીં ચૂકવાય તો ડબલ ટોલ વસૂલવામાં આવશે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: સમગ્ર ગુજરાતના નેશનલ હાઈવે ઉપર રહેલા ટોલ બૂથ ઉપર ફરજિયાત ફાસ્ટ ટેગ લાગુ કરવામાં આવતા જે ટોલ ઉપર સ્થાનિક વાહનચાલકોને રાહત હતી તેઓએ પણ હવે ફરજિયાત ટોલ ચૂકવવો પડશે જેના કારણે લોકલ વાહનચાલકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

ભરૂચના મૂલદ ટોલટેક્ષ ઉપર સ્થાનિક વાહનચાલકોએ ફાસ્ટ ટેગ સામે વિરોધ નોંધાવ્યો હતો.  ભરૂચમાં નેશનલ હાઈવે ૪૮ ઉપર નર્મદા નદી ને જોડતો કેબલ બ્રિજ ઉપર મુલદ નજીકના ટોલટેક્સ ઉપર ભરૂચના લોકલ વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ હતી.

પરંતુ હવે ટોલટેક્ષ સુપર ફાસ્ટ ફરજિયાત થતા લોકલ વાહનચાલકોએ પણ ચૂકવવો પડશે જેના કારણે ભરૂચના મૂલદ ટોલટેક્સ ઉપરથી પસાર થતાં લોકલ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે જેના કારણે ભરૂચમાં ફરી એકવાર ટોલટેક્સ નો વિવાદ વકર્યો છે.

કારણ કે મૂલદ ટોલ ટેક્સની બંને સાઇડ પર મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને તેઓના વાહનો મોટા પ્રમાણમાં દિવસ દરમિયાન અવરજવર કરતાં રહે છે.ત્યારે તેઓએ પણ હવે ફાસ્ટ ટેગ  ફરજિયાત થતા તેઓએ હવે ટોલ ચૂકવવો પડશે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે ફાસ્ટ ટેગ ફરજિયાત થતા ખેડૂતોએ પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો જોકે આગામી દિવસોમાં ફાસ્ટેગ મુદ્દે આંદોલનનું રણશિંગું ફુકાય તો નવાઈ નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.