Western Times News

Gujarati News

પાલી ગ્રામ પંચાયત કચેરીની જર્જરીત છતનો મોટો પોપડો પડ્યો

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા પાલી ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામની આવરદા પૂર્ણ થઈ ગયેલ હોવાથી નવીન ઈમારતના બાંધકામનું ટેન્ડરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

તેમછતાં કોઈ કારણોસર ગ્રામ પંચાયતની નવીન ઈમારતનું કામ ખોરંભે ગયું છે. નવીન ઈમારત માટે ટેન્ડરીગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ કામ શરૂ ન કરાતા આશ્ચર્ય ઉભું થયું છે.

ત્યારે આજરોજ સેવાલીયા પાલી ગ્રામ પંચાયત કચેરીનો ઓસરીનો ભાગમાં ઉપરની છત નો મોટો પોપડો અચાનક ધડાકાભેર તૂટી પડતા હાહાકાર મચી જવા પામી હતી.હાજર કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

સદનસીબે જાનહાનિ ટળી હતી. ત્યારે બીજી તરફ સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે “પાલી ગ્રામ પંચાયત કચેરીની ઈમારત જૂની અને બિન ટકાઉ છે. જે બાબતની કરાવવામાં આવી હતી.અને સરકાર તરફથી નવીન ઈમારત મંજુર કરવા માં આવી છે.

પરંતુ ટેન્ડરીગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એન્જીનીયર દ્વારા કામગીરી શરૂ ન કરાતા હવે નવેસર થી ટેન્ડરિંગ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. ગ્રામ પંચાયતની નવીન ઈમારત મંજુર થયેલ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.