Western Times News

Gujarati News

એસ્કોર્ટની આડમાં દેહવેપાર કરનારી ગેંગનો ભાંડો ફુટ્યો

નોઇડા: નોઇડા પોલીસે એસ્કોર્ટ સર્વિસની આડમાં દેહવેપાર કરનારી ગેંગનો ખુલાસો કરતાં મંગળવારે યુવતીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.  Noida Police busted a gang that allegedly looted customers after luring them in the garb of escort services in Delhi-NCR. “Five people including four women have been arrested. They were active in the region for over 1 year,” DCP Rajesh S said.

ડેપ્યૂટી પોલીસ કમિશ્નર એસ. રાજેશ એ જણાવ્યું કે એસ્કોર્ટ સર્વિસના નામે દેહવેપારનો ધંધો કરનારી ગેંગની લીડર રોશની સોની, તેના પતિ દિવ્યાંશ સોની, શરીફા ખાતૂન, મંજૂ અને પ્રમિલાની સેક્ટર ૨૪ પોલીસે ધરપકડ કરી છે. તેઓએ જણાવ્યું કે તેમની પાસેથી પોલીસે ગ્રાહકો પાસેથી લૂંટેલા ૩૫૦૦ રૂપિયા રોકડ, એક વેગનઆર કાર, પાંચ મોબાઇલ ફોન વગેરે જપ્ત કર્યા છે.

ડીસીપીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે ગેંગની લીડર રોશની મૂળે આસામની રહેવાસી છે અને તે દિલ્હીમાં રહે છે. રોશની ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ ચલાવે છે. તેઓએ જણાવ્યું કે તેનો મુખ્ય વ્યવસાય સંગઠિત ગેંગ બનાવીને નોઇડા અને એનસીઆરમાં એસ્કોર્ટ સર્વિસ ચલાવીને દેહવેપાર કરાવવો અને ગ્રાહકોને લૂંટી લેવાનો છે.

નોંધનીય છે કે, નોઇડામાં આ પ્રકારના મામલા સતત સામે આવી રહ્યા છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં નોઈડા સ્થિત એક સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલા દેહવેપારનો ભાંડો ફુટી ગયો હતો.

ત્યારે આ મામલામાં ૧૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર બૃજનંદન રાયની આગેવાનીમાં પોલીસે સંબંધિત સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો અને ત્યાંથી ૧૧ પુરુષો અને ૬ યુવતીઓની ધરપકડ કરી હતી. ડેપ્યૂટી પોલીસ કમિશ્નર (ઝોન ત્રણ) રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે સૂચના મળી હતી કે,

જગત ફાર્મ સ્થિત એક સ્પા સેન્ટરમાં દેહવેપારનો અડ્ડો ચાલી રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે સૂચનાના આધાર પર આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરની આગેવાનીમાં એક પોલીસ ટીમ બનાવવામાં આવી અને સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો. સિંહે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી પોલીસે ૧૧ પુરૂષો (ગ્રાહક) અને ૬ યુવતીઓ (કોલ ગર્લ)ની ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.