Western Times News

Gujarati News

એપિલેપ્સીની સારવાર માટે સન ફાર્માએ વાજબી કિંમતે બ્રિવારાસેટમની લોંચ કરી

·         બ્રિવારાસેટમ એન્ટિ-એપિલેપ્ટિક ડ્રગ (એઇડી) છે, જે ઝડપથી કામગીરી  કરે છે અને કાર્યદક્ષતાની ખાતરી આપે છે1

મુંબઈ, સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ  અને એની પેટાકંપનો અને/અથવા સંલગ્ન કંપનીઓ સહિત)એ આજે જાહેરાત કરી હતી કે, કંપની ભારતમાં એપિલેપ્સી (વાઈ)ની સારવાર માટે બ્રિવારાસેટામ ડોઝની સંપૂર્ણ રેન્જ વાજબી કિંમતે પ્રસ્તુત કરશે. સન ફાર્માની બ્રાન્ડ બ્રેવિપિલ (બ્રિવારાસેટમ) ટેબ્લેટ 25એમજી/50એમજી/75એમજી/100એમજી ઇનોવેટર પ્રોડક્ટની પેટન્ટ એક્સપાયર (21 ફેબ્રુઆરી, 2021)ના રોજ થયા પછી પ્રથમ દિવસે લોંચ કરી હતી.

બ્રેવિપિલ ઓરલ સોલ્યુશન (10એમજી/એમએલ) અને ઇન્જેક્ટેબલ (10એમજી/એમએલ) આગામી થોડા અઠવાડિયાઓમાં બજારમાં ઉપલબ્ધ થશે. બ્રિવારાસેટામને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ એપિલેપ્સી ધરાવતા 16 વર્ષ અને એનાથી વધારે વયના દર્દીઓમાં ખેંચ શરૂ થવાની સારવારમાં સહાયક સારવાર તરીકે માન્યતા આપવામાં આવી હતી.

સન ફાર્માના ઇન્ડિયા બિઝનેસના સીઇઓ કિર્તી ગનોરકરે કહ્યું હતું કે, “અમે ભારતમાં સ્પર્ધાત્મક કિંમતે બ્રિવારાસેટામની સંપૂર્ણ રેન્જ પ્રસ્તુત કરી છે, જે દર્દીની સુલભતામાં વધારો કરશે. આ પ્રોડક્ટ ભારતમાં દર્દીઓ અને હેલ્થકેર વ્યાવસાયિકોને એપિલેપ્સીની વિવિધ સારવારના વિકલ્પો પ્રસ્તુત કરવાની અમારી કટિબદ્ધતાને વ્યક્ત કરે છે.”

બ્રિવારાસામ એન્ટિ-એપિલેપ્ટિક ડ્રગ્સ (એઇડી) ક્લાસ સાથે સંબંધિત છે, જે હાલના સારવારના વિકલ્પોની સરખામણીમાં વિશિષ્ટ કે અલગ રીતે કામગીરી ધરાવે છે. આ ઝડપથી કામગીરી શરૂ કરે છે અને કાર્યદક્ષતાની ખાતરી આપે છે1. લાંબા ગાળાના અભ્યાસો સંકેત આપે છે કે, બ્રિવારાસેટામના ઉપયોગ સાથે પ્રાપ્ત પ્રતિસાદ અનુકૂળ સહનશીલતા અને સારવારના પાલન સાથે જળવાઈ રહ્યો છે2.

જ્યારે એપિલેપ્સી સામાન્ય યુરોલોજિકલ સમસ્યા છે, કારણ કે એપિલેપ્સી ધરાવતી વ્યક્તિ સામાજિક સ્તરે હાંસીપાત્ર થઈ જાય છે, ત્યારે ભારતમાં એની સારવાર, વ્યવસ્થાપન માટે સારવારના નવા વિકલ્પો વિશે જાણકારીનો અભાવ હોવાથી આ સમસ્યા આજે પણ પડકારજનક છે3,4. એક અંદાજ મુજબ ભારતમાં એપિલેપ્સીથી આશરે 5.7 મિલિયનથી 6.4 મિલિયન લોકો પીડિયા છે5,6.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.