Western Times News

Gujarati News

NSDCએ નેનો ઉદ્યોગસાહસિકોનું સર્જન કરવા માટે સહીપે સાથે ભાગીદારી કરી

નવી દિલ્હી, નાણાંકીય સર્વિસ ક્ષેત્રમાં યુવાનોમાં નેનો-ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી)એ આજે મણીપાલ બિઝનેસ સોલ્યુશન્સ (એમબીએસ) દ્વારા વિકસાવવામાં આવેલ એન્ડ્રોઇડ આધારિત ઇન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ Sahipay (સહીપે) સાથે ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી છે, જેથી દેશમાં ડિજીટલ સક્ષમતા અને નાણાંકીય સમાવેશીતાને પ્રોત્સાહન આપી શકાય. NSDC collaborates with SahiPay to Promote Digital Financial Literacy and Create Nano-Entrepreneurs

આ ભાગીદારીનો ઉદ્દેશ ડિજીટલ નાણાંકીય સર્વિસમાં યુવાનો કૌશલ્ય પ્રદાન કરવાન અને તેમને યોગ્ય ગુજરાન માટે સ્વ-રોજગાર શોધી કાઢવાની તક પૂરી પાડવાનો છે. ઉમેદવારોને NSDCની eSkill India portal (ઇસ્કીલ ઇન્ડિયા પોર્ટલ) મારફતે ‘Online Entrepreneurship Program’ (ઓનલાઇન એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ) પર વિના મૂલ્યે ડિજીટલ કૌશલ્યમાં પ્રવેશ પૂરો પાડવામાં આવશે, જેની રચના બન્ને સંસ્થાઓ પાસેથી નાણાંકીય સમાવેશીતા અને કૌશલ્યના ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.

ઇસ્કીલ ઇન્ડિયાની MBSના સહીપે પ્લેટફોર્મ સાથેની નોલેજ ભાગીદારી નાણાંકીય સમાવેશીતા તરફ યુવાનોના ડિજીટલ કૌશલ્યમાં મદદ કરવા માટેની અને સ્વ-રોજગારી અને નાણાંકીય સર્વિસ ક્ષેત્રમાં નેનો-ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઉમદા વ્યવસ્થાનું સર્જન કરવામાં મદદ કરશે.

આ ભાગીદારી NSDCની ડિજીટલ કૌશલ્ય કુશળતા, તંદુરસ્ત તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સહીપેના ઉદ્યોગ જ્ઞાનની સાથેના બહોળા નેટવર્કના સંયોજનથી યુવાનોની રોજગારલક્ષીતા અને ઉત્પાદકતાને વેગ આપવા માટે લક્ષ્યાંકિત કૌશલ્ય વિકાસ કાર્યક્રમોની રચના અને વિકાસ કરશે.

ઇ-કોર્સ ઉમેદવારોને ડિજીટલ નાણાંકીય સર્વિસીસ ક્ષેત્રે જાણકારી પ્રાપ્ત કરવામાં, સ્વ-રોજગારી તરફે કૌશલ્ય પ્રદાન કરવામા અને સહીપેનો એક ભાગ બનવા માટેની તક પ્રદાન કરશે. NSDC અને સહીપે ડિજીટલ નાણાંકીય સાક્ષરતા વિશે દેશભરમાં યુવાનોમાં બહોળી સતર્કતાનું સર્જન કરવા માટે વિવિધ ડિજીટલ અને ઓન-ગ્રાઉન્ડ પહેલોનું પણ આયોજન કરશે અને તે ક્ષેત્ર દ્વારા ઓફ કરાતી સ્વ-રજગારીના વિવિધ સંજોગો પર ભાર મુકશે.

આ ભાગીદારી વિશે ટિપ્પણી કરતા NSDCના કુ. વંદના ભટ્નાગરે જણાવ્યું હતુ કે, “ભારતીય ડિજીટલ પેમેન્ટ્સ ઉદ્યોગ ઝડપી વૃદ્ધિ અનુભવી રહ્યો છે અને હવે પછીના પાંચ વર્ષોમાં અનેક ગણી વૃદ્ધિ હાંસલ કરે તેવી શક્યતા છે. યુવાનોને ડિજીટલ નાણાંકીય સાક્ષરતામાં જરૂરી જાણકારી અને તાલીમ પૂરી પાડીને ઉભરતી તકોનો લાભ ઉઠાવવા અને તેમને ભવિષ્યમાં ટકાઉ વૃદ્ધિ માટે નેનો-ઉદ્યોગસાહસિકતાને અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માગીએ છીએ.”

આ ભાગીદારી હેઠળ દાખલ થયેલા ઉમેદવારો ભારતીય બેન્કિંગ અને નાણાંકીય સર્વિસીઝ ઉદ્યોગની સાથે એન્ટરપ્રિન્યોરશિપ, નો યોર કસ્ટમર (કેવાયસી), સિક્યુરિટી અને કોમ્પ્લાયંસીસ, કોમ્યુનિકેશન સ્કીલ્સ, બેન્કિંગ સર્વિસીઝ, AePS બેન્કિંગ, પેમેન્ટ સર્વિસ (UPI,QR Code, Cards), ડોમેસ્ટિક મની ટ્રાન્સફર, વેલ્યુ એડેડ સર્વિસીઝ (બીલ પેમેન્ટ/રિચાર્જીસ) અને સહીપે પ્લેટફોર્મ અને સર્વિસીઝ જેવા કન્ટેન્ટ મારફતે ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ કામગીરીઓ વિશે શીખશે.

તે લાંબા ગાળાનું ટકાઉ બિઝનેસ મોડેલ અને મિકેનીઝમ પૂરી પાડશે જેથી સંખ્યાબંધ ઓફરિંગ્સ દ્વારા નિયમિત આવક પેદા કરી શકાય. સહીપે પર નોંધાયેલા ઉદ્યોગ સાહસિકો માસિક સરેરાશ આવક પેદા કરી શકશે અને વધુમાં જે તે ગ્રાહકની જરૂરિયાત અનુસારની આવક પેદા કરતી સેવાઓ પ્રદાન કરશે.

આ ભાગીદારી પર પોતાના વિચારો રજૂ કરતા મણીપાલ ટેકનોલોજીકલ લિમીટેડના એમડી અને સીઇઓ શ્રી અભય ગુપ્તેએ જણાવ્યું હતુ કે, “ડિજીટલ ફાઇનાન્સિયલ લિટરસી અને ક્રિયેશન ઓફ નેનો એન્ટરપ્રિન્યોરશિપ” એ વિશિષ્ટ નાણાંકીય ઉદ્યોગ સાહસિક કાર્યક્રમ છે, જે ભારતીય બેન્કિંગ અને નાણાંકીય ક્ષેત્રમાં સહી પે દ્વારા ઓફર કરવાં આવતા સંકલિત પેમેન્ટ પ્લેટફોર્મની ઓપરેશનલ જાણકારી સાથે વ્યાપક સમજણ પૂરી પાડે છે.

આ “સ્કીલ બેઝ્ડ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ”નો હેતુ ઉમેદવારને ત્વરીત રોજગાર અને સહીપેની વૈવિધ્યકૃત્ત સેવાઓ મારફતે કમાણી કરવાની તક પૂરી પાડે છે.”

eSkillIndia (ઇસ્કીલ્સઇન્ડિયા) એ NSDCની ડિજીટલ કૌશલ્ય પહેલ છે જે વિવિધ ભારતીય અને વૈશ્વિક જાણકારી ભાગીદારી મારફતે ડિજીટલ શિક્ષણ સ્ત્રોતો પૂરા પાડે છે જેથી ભારતીય યવાનો શ્રેષ્ઠ કક્ષાના શૈક્ષણિક સ્ત્રોતોનો લાભ ઉઠાવી શકે. હાલમાં, તેના ભાગીદારના 825 ડીજીટલ કોર્સથી વધુના પોર્ટલ કેટેલોગ્સ અને એક કરતા વધુ ભાષામાં વિવિધ ક્ષેત્રોની સંલગ્ન ચેનલ્સ દ્વારા જોડાયેલ વધારાના 4000+ કોર્સીસ શીખનારાઓને ટેકનોલોજી અને ઝડપથી બદલાતા ડિજીટલ વિશ્વને સમૃદ્ધ બનાવવા માટે જરૂરી કૌશલ્ય પૂરું પાડે છે. આ પોર્ટલ નાણાંકીય ક્ષેત્રમા લાભ ઉઠાવી શકાય તેવી ડિજીટલ સ્કીલીંગ કોર્સીસના મજબૂત પાયા દ્વારા સ્વ-ગુજરાત માટે રાષ્ટ્ર ભરની તકો પૂરી પાડે છે.

MBS’ની સહી પે સરળ અને સુરક્ષિત ડિજીટલ પ્લેટફોર્મ છે જે ઉદ્યોગસાહસિકને નાના ગ્રાહકો પાસેથી ડિજીટલ ચૂકવણીઓ સ્વીકારવામાં સહાય કરે છે અને એક કરતા વધુ વેલ્યુ એડેડ અને બેન્કિંગ સર્વિસીઝ અંતિમ વપરાશકારની પસંદગીને આધારે પૂરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.