Western Times News

Gujarati News

જેલમાં બંધ શ્રમિક અધિકાર કાર્યકર્તા નોદીપ કૌરને જામીન મળ્યા

નવીદિલ્હી: શ્રમિક અધિકાર કાર્યકર્તા નોદીપ કૌરને જામીન મળી ગયા છે તે ૧૨ જાન્યુઆરીથી જેલમાં બંધ હતાં કિસાનોનું આંદોલન તેનાથી પેદા થયેલ કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી અને ગણતંત્ર દિવસ પ્રસંગ ઉપર ૨૬ જાન્યુઆરીએ દેશની રાજધાની દિલ્હીમાં થયેલ હિંસા બાદ થયેલ ધરપકડથી દુનિયાભરની નજર ભારત પર ટકી ગઇ છે ખાસ ફકત પોલીસની કહેવાતા અત્યાચાર પર રહ્યું છે.પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ અને તેના કહેવાતા સાથીઓની વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ પોલીસ કસોને નિરંકુશતાની વિરૂધ્ધ અવાજ બુંદલ કરી દીધી જેમાં શ્રમિક અધિકારો માટે કામ કરનારી કાર્યકર્તા નોદીપ કૌર તે લોકોમાં સામેલ છે જેમણે પ્રશાસને નિશાન બનાવ્યા સરકાર દ્વારા મનમાની કરવાના આરોપો સામે આવ્યાને ખુબ પહેલા આ દલિત યુવતીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર પણ પોલીસે અનેક ગંભીર આરોપ લગાવ્યા છે.

નોદીપ કૌર પર હત્યાના પ્રયાસનો આરોપ છે નોદીપે પણ આરોપ લગાવ્યો છે કે તેની મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું નથી જે ક્રિમિનલ પ્રોસીજર એકટનો ભંગ છે જાે કે નોદીપની જામીન અરજી પર આજે સુનાવણી થઇ અને તેને જામીન આપવામાં આવ્યા હતાં. કૌરની ૧૨ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી જયારે તે દિલ્હી અને હરિયાણા સીમા પર કુંડલીમાં શ્રમિકોના એક પ્રદર્શનમાં સામેલ થઇ હતી નૌદીપ કોરની ધરપકડ બાજ તેના પર ખુબ આરોપ લગાવવામાં આવ્યા હતાં

જેમાં હત્યા જબરજસ્તી વસુલી તોફાન કરાવવા બિનકાનુની જમાવડામાં સામેલ થવું તથા ડરાવવા ધમકાવવાના આરોપ છે હરિયાણામાં કરનાલ જેલમા બંદ નોદીપ કૌર પંજાબની મુકતસરની રહેવાસી છે તેને બાદમાં જબરજસ્તી વસુલી અને ડરાવવા ધમકાવવાના આરોપવાળા બેે મામલામાં જામન મળ્યા હતાં. નોદીપની બેન રાજવીર કૌરે આરોપ લગાવ્યો હતો કે નોદીપને પોલીસ સ્ટેશનમાં પુરૂષ પોલીસ કર્મચારીઓ દ્વારા પીટવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.