Western Times News

Gujarati News

ભાજપના ૨૫ વર્ષનાં શાસન પછી ખેડૂતો આપઘાત કરે છે ?

Files Photo

સુરત: ગુજરાતમાં હાલમાં થયેલી ૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કાૅંગ્રેસનો સફાયો કરીને એન્ટ્રી મારી છે. ત્યારે ગઇકાલ રાતથી ટિ્‌વટર પર અરવિંદ કેજરીવાલ અને સી.આર. પાટીલ વચ્ચે શાબ્દિક વોર જામી છે. ગઇકાલે, શુક્રવારે, સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શો યોજ્યો હતો. જે બાદ સી આર પાટિલે ટિ્‌વટમાં કહ્યું હતું કે, ‘કેજરીવાલજીએ કહ્યું કે, તેમની પાર્ટી સુરતમાં ૨૭ સીટો જીતી છે. તો તેમણે એવું કેમ ના કહ્યું કે, આમ આદમી પાર્ટીના ૫૯ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. વડોદરા, અમદાવાદ અને ભાવનગરમાં આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. જામનગરમાં ૪૮માંથી ૪૪ અને રાજકોટમાં ૭૨માંથી ૬૮ ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી છે.’

પહેલી ટિ્‌વટની થોડી જ મિનિટો બાદ સી.આર. પાટીલે અન્ય ટિ્‌વટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, ‘ગુજરાત નગરપાલિકાની ચૂંટણીમાં ‘આપ’નો સ્કોર. ત્રણ શહરોમાં ૧૦૦%. બે શહરોમાં ૯૦% કરતા વધુ અને એક શહેરમાં ૫૦% કરતા વધારે. આટલી સીટો જીતી નથી પણ તેમની જમાનત જપ્ત થઇ છે. જેની ખુશી મનવવા માટે કેજરીવાલજી એક રોડ શો કરી રહ્યા છે. ગુજરાતી મતદારોએ પોતાનો ર્નિણય સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો છે. ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી, આપનાં સુરતમાં ૬૫ ઉમેદવારો, વડોદરામાં ૪૧ ઉમેદવારો, અમદાવાદમાં ૧૫૫ ઉમેદવારો, ભાવનગરમાં ૩૯ ઉમેદવારો અને રાજકોટમાં ૬૮ ઉમેદવારોની ડિપોઝીટ ગુમાવી છે.

પાટીલની અડધી રાતની આ ટિ્‌વટ પર કેજરીવાલે સવારે ફરીથી જવાબ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, ગુજરાતના લોકો પૂછી રહ્યાં છે કે, ૨૫ વર્ષના ભાજપના રાજ પછી પણ – વીજળી આટલી મોંઘી કેમ?, ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યા છે?, સરકારી હૉસ્પિટલ અને શાળાઓ ખંડેર હાલતમાં કેમ છે?, કેટલી સરકારી શાળાઓ બંધ છે? તમે અડધી રાતે ટિ્‌વટ કર્યું, કાશ, ગુજરાતનાં લોકોના આ મુદ્દાઓ માટે આટલા બેચેન હોત. મહત્ત્વનું છે કે, આપ પાર્ટીએ જીતની ઉજવણી અને સુરતની જનતાનો આભાર માનવા માટે શુક્રવારે રોડ શો યોજાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.