Western Times News

Gujarati News

નીતિન ગડકરીના મંત્રાલયના કામને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

પ્રતિકાત્મક

NHAIએ ૨૫.૫૪ કિલોમીટર સિંગલ લેન ડિમોલિશનનું કામ માત્ર ૧૮ કલાકમાં પૂર્ણ કરવાનું સિધ્ધાંત હાંસલ કર્યું છે.

નવીદિલ્હી, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) ના કામને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્‌સમાં સ્થાન મળશે. કારણ એ છે કે એનએચએઆઈએ ૨૫.૫૪ કિલોમીટર સિંગલ લેન ડિમોલિશનનું કામ માત્ર ૧૮ કલાકમાં પૂર્ણ કરવાનું સિધ્ધાંત હાંસલ કર્યું છે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ માટે તમામ ૫૦૦ કર્મચારીઓ અને ઠેકેદારો સહિત એનએચએઆઈની પ્રશંસા કરી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીએ તાજેતરમાં સોલાપુર-વિજાપુર હાઇવે પર ૪-માર્ગીકરણ કાર્ય હેઠળ ૧૮ કલાકમાં ૨૫.૫૪ કિલોમીટર સિંગલ લેન ડિમોલિશનનું કામ પૂર્ણ કર્યું છે, જે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્‌સ’માં નોંધવામાં આવશે.

નીતિન ગડકરીએ કહ્યું કે, કોન્ટ્રાક્ટર કંપનીના ૫૦૦ કર્મચારીઓએ આ માટે સખત મહેનત કરી છે. હું તે કર્મચારીઓ સાથે પ્રોજેક્ટ ડિરેક્ટર, અધિકારીઓ, કોન્ટ્રાક્ટર કંપનીના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રીય હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ અધિકારીઓને અભિનંદન આપું છું.

નીતિન ગડકરીએ જણાવ્યું કે હાલમાં સોલાપુર-વિજાપુર હાઇવેનો ૧૧૦ કિ.મી. કામ ચાલુ છે, જે ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં પૂર્ણ થશે. ગડકરીએ ઉત્તરાખંડ માટે દિલ્હી-દહેરાદૂનના નવા આર્થિક કોરિડોરની જાહેરાત કરી. ૨૧૦ કિ.મી. કુલ લંબાઈના આ ૬-લેન પ્રોજેક્ટની કુલ કિંમત ૧૨,૩૦૦ કરોડ છે. આ પ્રોજેક્ટ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં આપવામાં આવશે અને ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.