Western Times News

Gujarati News

ચોરીની એક્ટિવા તથા મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડિયાદ પોલીસ

(તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને આર.કે. રાજપુત ઈ.પો. ઈન્સ. એલ.સી.બી ખેડા-નડીયાદ તથા સ્ટાફના અ.હેડકો. ચંદ્રકાન્ત, પો.કો. અમરાભાઈ, પો.કો. કુંદનકુમાર, પો.કો. લાલાભાઈ વિગેરે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તાર ડાકોર રોડ, તંબુ ચોકી પાસે વાહન ચેકીંગમાં દરમ્યાન પો.કો. અમરાભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ભાવેશભાઈ ઉર્ફે અક્ષય ઉર્ફે ભાવલો રમેશભાઈ સોઢા પરમાર રહે. કંજાડા ગામ, ગોગજીપુરા, સીમ વિસ્તાર, તા. નડીયાદ જી. ખેડાનાઓને કંજાડા ગામ પાસેથી એક નંબર વગરની હોન્ડા કંપનીની એકટીવા કિ. રૂ.૪૦,૦૦૦/- તથા એક મોબાઈલ ફોન કિ. રૂ.૧પ,૦૦૦/- તથા રોકડા રૂ.પ૦/- મળી કુલ્લે રૂ.પપ,૦પ૦/- સાથે સદરી ઈસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી, ૧૦ર મુજબ પકડી અટક કરી તેની સઘન પુછપરછ કરતા તેણે આ એકટીવા તથા મોબાઈલ ગઈ તા.ર૭.૭.૧૯ના રોજ પીપલગ એપીએમસી માર્કેટ પાસેથી ચોરી કરેલાની કબુલાત કરેલ હોય જે અંગે ખરાઈ કરતા નડીયાદ રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૩/૧૯ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનાના કામો ચોરાયેલ હોવાનું જણાઈ આવેલ જે વાહન તેમજ મોબાઈલ ચોરીનો વણશોધાયેલ ગુનો અલસીબી ખેડા-નડીયાદ દ્વારા શોધી કાઢેલ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.