Western Times News

Gujarati News

ભરૂચ કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલના જન્મદિનની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ) ભરૂચ, રાજ્યસભા ના સાંસદ અને ભરૂચ ના પનોતા પુત્ર અહેમદભાઈ પટેલના જન્મદિન ની ભરૂચ જીલ્લા કોંગ્રેસ અને આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા ની આગેવાની માં અન્ય અગ્રણીઓ ના હસ્તે કેક કાપી ચોકલેટ વહેંચી મોં મીઠું કરાવવા સાથે ઢોલ નગારા ના નાદ સાથે અહેમદભાઈ પટેલ ના જન્મદિન ની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉપરાંત જીલ્લા કોંગ્રેસ દ્વારા નારીકેન્દ્ર,જુવેનાઈલ હોમ તેમજ કલરવ શાળા ખાતે અહેમદભાઈ પટેલ ના જન્મદિન ની ઉજવણી અંતગર્ત ચોકલેટ વિતરણ બાળકો અને બહેનો સાથે ભોજન કરી કોંગીજનો એ અનોખી ઉજવણી કરી હતી.

ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા એ અહેમદભાઈ પટેલ ને જન્મદિન ની શુભેચ્છા પાઠવવા સાથે તેઓ ના ભરૂચ જીલ્લા ના વિવિધ વિકાસ કાર્યો વર્ણવી તેઓ ના યોગદાન ને જીલ્લાવાસીઓ ભૂલી નહીં શકે તેમ કહ્યું હતું. તો બીજી તરફ ભરૂચ તાલુકા ના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે માનસીક બાળકો સાથે આસપાસ ના ગામો ના આગેવાનો સાજીદ કાપડીયા, ઈમરાન મુન્શી,એ બાળકો ના હાથે કેક કપાવી ઉજવણી કરી હતી અને અહેમદભાઈ પટેલ ના સ્વાસ્થ્ય માટે દુઆ પણ ગુજારવામાં આવી હતી.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢીયાર,જીલ્લા પ્રવક્તા નાઝુ ફ્‌ડવાલા,શહેર પ્રમુખ વિક્કી સોખી,પાલિકા ના વિરોધ પક્ષ ના નેતા સમશાદ અલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,તાલુકા સમિતિ ના પૂર્વ પ્રમુખ દિલાવર પટેલ, સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.