Western Times News

Gujarati News

રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓમાં ૪૪૯ ઓરડાની ઘટ

પ્રતિકાત્મક

ગાંધીનગર: આજે વિધાનસભામાં સરકાર દ્વારા શિક્ષણને લઈને પૂછાયેલા જે પ્રશ્નો હતા તેના જવાબ રજૂ કરવામાં આવ્યા હતા જે ખરેખર ચોંકાવનારા હતા. ગુજરાતમાં લાયક શિક્ષકો, સ્કુલની ઓરડાની ઘટ્ટ છે અને અમુક શાળાઓમાં વીજળી નથી તો સરકારી શાળાઓ ઘટી રહી છે. આ અંગે સરકારે જવાબ આપ્યા હતા.

પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં સરકારે ૨ વર્ષમાં ૨ જ ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી છે. ૨ વર્ષમાં રાજ્યમાં ૧૮૭ સરકારી શાળાઓને મંજૂરી અપાઇ છે. ૧૪૭ ખાનગી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી મળી છે.

હાલ રાજ્યમાં કુલ ૧૩૨૬ સરકારી, ૫૧૮૧ ગ્રાન્ટેડ શાળાઓ છે. હાલ રાજ્યમાં ૫૧૩૮ ખાનગી માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓ છે.
રાજકોટમાં જ શાળાના ઓરડાની ઘટ છે. રાજકોટમાં શાળાઓના ઓરડાઓમાં ઘટનો ગૃહમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓમાં ૪૪૯ ઓરડાની ઘટ છે. ૨ વર્ષમાં એક પણ શાળાના ઓરડા નથી બનાવાયા. ગીર સોમનાથની પ્રાથમિક શાળાના ૧૯૬ ઓરડાની ઘટ છે.

વિધાનસભામાં સરકારી શાળાઓમાં સુવિધા મુદ્દે પણ સવાલો ઉઠ્‌યા હતા. રાજ્ય સરકારના જવાબમાં મોટી ચૂક હોવાનું સામે આવ્યું હતુ. ૧૭ શાળાઓમાં વીજળી ન હોવાનું સામે આવ્યું છે જેમાં મોરબીમાં ૫, દ્વારકામાં ૧ સ્કૂલ, ગીર સોમનાથમાં ૨, સુરેન્દ્રનગરની ૨ શાળામાં વીજળી નથી. ગુજરાતમાં ૪૫૮ પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ જ નતી જ્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ૧૮,૫૩૭ ઓરડાની ઘટ છે

જેમાંથી સૌથી વધુ બનાસકાંઠામાં ૧,૫૫૫ ઓરડાની ઘટ છે. દાહોદમાં ૧,૪૭૭, પંચમહાલમાં ૧,૧૯૪ ઓરડાની ઘટ પડી છે.
પાલનપુરમાં લાયકાત વગર ૧૩૧ શિક્ષકો હતા ફરજ પર હતા. ૧૦૨ ખાનગી શાળામાં ૧૩૧ શિક્ષકો લાયકાત વિના શિક્ષણ આપતા હતા. ૧૩૧માંથી ૪૮ શિક્ષકોને દૂર કરવામાં આવ્યા છે. ૨૦ શિક્ષકોએ સમયાંતરે લાયકાત મેળવી લીધી છે. ૬૩ શિક્ષકો સામે કોવિડની સ્થિતિને લઈને કાર્યવાહી નથી થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.