Western Times News

Gujarati News

જાે બાઈડને ૫૫ ભારતીય મૂળના લોકોની નિમણૂંક કરી

નવી દિલ્હી, અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો સરકારમાં દબદબો વધી રહ્યો છે તે વાત હવે ખુદ અમેરિકાના પ્રમુખ જાે બાઈડને પણ સ્વીકારી છે. જાે બાઈડન પ્રમુખ બન્યા તે પછી ૫૦ દિવસમાં તેમણે અલગ અલગ હોદ્દાઓ પર ૫૫ જેટલા ભારતીય મૂળના લોકોની નિમણૂંક કરી છે.

બાઈડને મંગળ ગ્રહ પર રોવર ઉતારનાર નાસાના વૈજ્ઞાનિકો સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, ભારતીય મૂળના લોકોનો અમેરિકામાં દબદબો વધી રહ્યો છે. આ માટે તેમણે નાસાના વૈજ્ઞાનિક સ્વાતિ મોહન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પોતાના ભાષણ લખનાર વિનય રેડ્ડીના નામ આગળ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, નાસાએ મંગળ પર ઉતારેલા યાનમાં સ્વાતિ મોહનની મહત્વની ભૂમિકા રહી છે અને બીજી તરફ ઈન્ડિયાસ્પોર નામની સંસ્થાએ બાઈડન સરકારના ર્નિણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ છે કે, ભારતીય મુળના લોકો અમેરિકાની સેવા કરવાના કામોમાં સામેલ થઈ રહ્યા છે તે જાેઈને ખુશી થાય છે.

નવી સરકાર આવ્યા બાદ ઘણા ભારતીય મૂળના લોકો જાેડાયા છે અને ભારતીય મૂળનો દબદબો વધતો જાેઈને ગર્વ પણ અનુભવાય છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા બરાક ઓબામાના શાસનકાળમાં પણ ભારતીય મૂળના લોકોની સરકારમાં સૌથી વધારે નિમણૂંકો કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.