Western Times News

Gujarati News

અમદાવાદ રેલવે સ્ટેશન પર આઈલેન્ડ પ્લેટફોર્મ બન્યુ, ભારતીય રેલ્વેનું પ્રથમ લાઉન્જ

અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 4 અને 5 પર રિલેક્સ ઝોન શરૂ થયો  -પશ્વિમ રેલ્વેને ₹ 15 લાખની વાર્ષિક આવક

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર રિલેક્સ ઝોન (લાઉન્જ) નું ઉદઘાટન માનનીય સાંસદ ડો.કિરીટ પી. સોલંકી દ્વારા કરાયું હતું. આ પ્રસંગે ડીઆરએમ શ્રી દિપકકુમાર ઝા, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ, ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ ગુપ્તા અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ ત્રિપાઠી સહિત કર્મચારીઓ અને રેલ્વે મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.

ડીઆરએમ શ્રી ઝાએ માહિતી આપી હતી કે આઇલેન્ડ પ્લેટફોર્મ પર બનાવવામાં આવનાર ભારતીય રેલ્વેનું આ પ્રથમ લાઉન્જ છે.

આ સાથે પ્લૅટફૉર્મ પર આવતા ટ્રેનોના મુસાફરોને આ સુવિધાનો લાભ મળશે. આ લાઉન્જ એસી રેસ્ટ એરિયા, લેગ મસાજ ચેયર, ઇન્ટરનેટ સર્ફિંગ, પ્રિન્ટઆઉટ અને ફોટોકોપી કરવાની સુવિધાઓ, ટ્રાવેલ ડેસ્ક, બિઝનેસ સેન્ટર, મ્યુઝિક, ડેઝર્ટ કાઉન્ટર્સ, પેક્ડ ફૂડ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પ્રદાન કરે છે. આ ટ્રેનની રાહ જોતા મુસાફરોને રાહત અને આરામની સુવિધા પૂરી પાડશે.

શ્રી ઝાના જણાવ્યા અનુસાર સંકલ્પ રિક્રેશન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ લાઉન્જ પશ્ચિમ રેલ્વેને 15 લાખ રૂપિયાથી વધુની ભાડુત આવક પણ પૂરી પાડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.