Western Times News

Gujarati News

રાજ ઠાકરે ઈડીની ઓફિસમાં સઘન પૂછપરછ

તંગદિલી છવાતા મુંબઈના કેટલાક વિસ્તારોમાં ૧૪૪ની કલમ લાગુ કરાઈ

(પ્રતિનિધિ) મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેનાથી છુટા પડી ઠાકરે પરિવારના રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાની સ્થાપના કરી હતી અને ચુંટણીમાં પણ ઉમેદવારો રાખ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ ઠાકરે સામે આઈએલએફએસ અને કોહીનૂર મીલની જમીન વેચાણ અંગે નાણાંકીય ગેરરીતિ બાબતે ઈડીએ કેસ દાખલ કરી હાજર થવા સમન્સ પાઠવ્યુ હતું.

તેના જવાબમાં આજે સવારે રાજ ઠાકરે ઈડીની ઓફિસે જવા રવાના થતાં મુંબઈના કેટલાક વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ છવાઈ જતાં ચારથી વધુ પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાં ૧૪૪ની કલમ લાગુ કરી દેવાઈ છે અને સંખ્યાબંધ મનસેના કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે.

નાણાંકીય ગેરરીતિ બાબતે ઈડીએ પાઠવેલા સમન્સના પગલે આજે સવારથી જ સમગ્ર મુંબઈમાં ભારે ઉત્તેજના ભર્યો માહોલ જાવા મળતો હતો ઈડીના સમન્સના આધારે રાજ ઠાકરે તેમનો જવાબ રજુ કરવા માટે ઈડી ઓફિસે રવાના થતાં મનસેના સંખ્યાબંધ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા જાકે પોલીસે ગઈકાલ રાતથી જ અગમચેતીના તમામ પગલાં ભરવાની શરૂઆત કરી દીધી હતી.


બીજીબાજુ આજે સવારે રાજ ઠાકરે ઈડીની ઓફિસે જવા માટે ઘરેથી નીકળતા જ તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થઈ ગયા હતા વાતાવરણ ઉગ્ર જણાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતાં અને પરિસ્પથિતિમાં  પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી,

દિવસ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે મુંબઈ શહેરના ચાર જેટલા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઈકાલ રાતથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાતથી જ મનસેના કેટલાક કાર્યકરોની અટકાયતો કરવામાં આવી રહી છે આજે સવારથી પણ વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોને અટકાવવામાં આવી રહયા છે. બીજીબાજુ રાજ ઠાકરે ઈડીની ઓફિસે જવા રવાના થયા હતા જયાં તેમની પૂછપરછ શરૂ કરાઈ હતી.  અને તેમની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર છે.

ઈડીની ઓફીસે રાજ ઠાકરે પહોંચ્યા છે ત્યારે અગાઉથી ઈડીની એક ટીમ ઓફીસમાં હાજર હતી. બીજી બાજુ સમગ્ર મુંબઈ શહેરમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ઈડીની ઓફીસની બહાર સશ† જવાનોને તૈનાત કરી દેવાયા છે. કોઈપણ નાગરીકને કાર્યાલય નજીક જવા દેવામાં આવતાં નહોતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.