Western Times News

Gujarati News

ચાલુ ગાડીએ જાેખમી સ્ટંટ, પોલીસે ૨૫૦૦ દંડ ફટકાર્યો

ઉત્તર પ્રદેશ પોલીસની કામગીરી-પોલીસે ઉજ્જવલ અને તેના પિતાને ગાડીની સામે ઊભા રાખી ભવિષ્યમાં આવી ભુલ ફરીથી ન કરવા માટે વચન પણ લીધું

ફિરોજાબાદ, ચાલુ સ્કોર્પીયોની છત ઉપર પુશઅપ કરનારાઓ માટે ઉત્તર પ્રદેશની પોલીસે ઈનામની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસના સત્તવાર ટ્‌વીટર હેન્ડર ઉપર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ આવું કરશે તો તેને ઇનામ ચોક્કસ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ પોલીસે આવી ઘોષણા કેમ કરી છે એના પાછળ રહસ્ય છે.Uttar Pradesh Man Shares Stunt Video Performing Push-Ups on Moving Car; Watch UP Police’s Hilarious Reaction

ચાલો જાણીએ આના વિશે. ઓછા સમયમાં પ્રસિદ્ધિ મેળવાની લાલસામાં લોકો અજીબો-ગરીબ હરકત કરે છે. વીડિયો મેસેજિંગ એપ ટિકટોક ભારતમાં બંધ હોવા છતાં પણ કેટલાક દેસી-વિદેશી વીડિયો મેસેજિંગ એપ હજી પણ ચાલે છે. આ એપ્સ ઉપર વીડિયો પોસ્ટ કરીને લોકો અજીબોગરીબ હરકતો કેમેરામાં કેદ કરીને શેર કરે છે.

આવો જ એક કિસ્સો બે દિવસ પહેલા ફિરોઝાબાદમાંથી સામે આવ્યો હતો. આ વીડિયોમાં એક યુવક ચાલુ સ્કોર્પિયોમાંથી બહાર નીકળીને છત ઉપર જાય છે અને પુશઅપ કરવા લાગે છે. ઉત્તર પ્રદેશ પોલીસે વાયરલ થયેલા આ વીડિયોમાં ખતરનાક સ્ટંટ કરનાર યુવકની તલાશ શરુ કરી હતી.

પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સ્ક્રોર્પિયો ફિરોઝાબાદ જિલ્લાના જસરાના પોલીસ સ્ટેશનના ફરીદા ગામમાં રહેવાસી સમાજવાદી પાર્ટીના નેતા કૃષ્ણ મુરારી યાદવનો છે. આ વીડિયોમાં પુશઅપ કરતો તેનો પુત્ર ઉજ્જ્‌વલ યાદવ છે. ઉત્તર પ્રદેશ પોલીસે કાર્યવાહી કરતા બંને પિતા-પુત્રને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ખતરનાક સ્ટંટ ના કરવાની ચેતવણી આપી હતી. અને ૨૫૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસને ઉજ્જવલ યાદવ અને તેના પિતાને સ્કોર્પિયોની સામે ઊભા રાખીને ભવિષ્યમાં આવી ભુલ ફરીથી ન કરવા માટે વચન પણ લીધું હતું. અને વીડિયો ક્લિપ બનાવીને મેસેજ પણ આપ્યો હતો. વીડિયો ક્લિપમાં ફિરોજાબાદના એસએસપી અજય કુમાર કહે છે કે એવા લોકોને ગાઈડ કરવા માટે છે કે યુપી પોલીસે ચલાન આપ્યું છે.

વીડિયો ક્લિપમાં લખાયેલું દેખાય છે કે ‘યુ વર્ક આઉટ હાર્ડ, હિયર ઈસ યોર રિવોર્ડ’ સાથે જ યુપી પોલીસ દ્વારા ચલાન કાપેલી કોપી પણ વીડિયોમાં દેખાડી છે. આ વીડિયો ક્લિપને લોકોએ ખુબ જ પસંદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.